દુનિયાની સૌથી મોંઘી આ છે ટ્રેન, જાણો કેટલું ભાડું છે?
ભારતીય રેલેવની મોંઘી અને પ્રીમિયમ ટ્રેનોની વાત ચાલી રહી હોય ત્યારે સૌથી પહેલાં મગજમાં આવે ‘પેલેસ ઓન વ્હીલ્સ’, ‘રાજધાની’ અને ‘શતાબ્દી’ જેવી ટ્રેનો. આ બધામાં ‘પેલેસ ઓન વ્હીલ્સ’ ટ્રેનને તો લોકો શાહી કે રજવાડી ટ્રેન તરીકે ઓળખે છે. આ ટ્રેનનું ભાડું સૌથી વધુ હોય છે. પેલેસ ઓન વ્હીલ્સથી વધારે ભાડું હોય એવી અનેક ટ્રેનો દુનિયામાં છે, પરંતુ અહીંયા તમારી જાણ માટે જણાવીએ કે દુનિયાની સૌથી મોંઘી ટ્રેનમાં પણ ટોપ પર ભારત જ છે.
‘પેલેસ ઓન વ્હીલ્સ’ ભારતની એક શાહી ટ્રેન છે અને જે નવી દિલ્હીથી જયપુર, ઉદયપુર થઈને આગ્રા સુધી જાય છે. આ ટ્રેનમાં ઓફ સિઝનમાં એક વ્યક્તિનું ડિલક્સ કેબિનનું મિનિમમ ફેર 71,000 રૂપિયા છે, જ્યારે સિઝનમાં આ ટ્રેનના પ્રેસિડેન્શિયલ સૂટનું ભાડું 3 લાખ રૂપિયાથી પણ વધુ છે. ભારત સહિત દુનિયામાં આવી બીજી સાત મોંઘી ટ્રેનો છે જેનું ભાડું પેલે, ઓન વ્હીલ્સથી અનેક ગણું વધારે છે. દુનિયાની સૌથી મોંઘી ટ્રેનોમાં ભારતની એક જ ટ્રેન ટોપ પર છે, પણ એ પહેલાં જાણીએ બહારની એ ટ્રેનો વિશે તે જેમનું ભાડુ પેલેસ ઓન વ્હીલ્સ કરતાં પણ વધારે છે.
ગોલ્ડન ઈગલ ટ્રાન્સ સાઈબિરિયન પણ મોંઘી ટ્રેન છે
આ યાદીમાં સૌથી પહેલાં નંબર પર આવે છે ગોલ્ડન ઈગલ ટ્રાન્સ-સાઈબિરિયન એક્સપ્રેસ. આ ટ્રેન રશિયાની સૌથી મોંઘી ટ્રેનોમાંથી એક છે. આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે એક વ્યક્તિનું ભાડું 1 લાખ 75,000 રૂપિયાની આસપાસ છે. બીજા સ્થાને આવે છે સ્કોટલેન્ડની આ રોયલ સ્કોટ્સમેન લક્ઝરી ટ્રેન. આ ટ્રેનમાં પણ પ્રવાસ કરવા માટે ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડુ 1,74,000 રૂપિયા જેટલું છે. ત્રીજા નંબરે આવે છે દક્ષિણ આફ્રિકાની રોવોસ રેલ પ્રાઈડ. જેનું ભાડું 1,69,000 રૂપિયા જેટલું છે.
વેનિસ સિંપલોન ઓરિએન્ટ પણ લોકપ્રિય
ટોપ થ્રી ટ્રેનોની વાત કર્યા બાદ આગળ વધીએ વાત કરીએ ચોથા નંબરની ટ્રેન વિશે. આ ટ્રેન છે યુરોપની વેનિસ સિંપલોન ઓરિએન્ટ એક્સપ્રેસનું ભાડું 1,55,000 રૂપિયા જેટલું છે. એ જ રીતે ડેન્યુબ એક્સપ્રેસનું ભાડુ 1,25,000 રૂપિયા છે અને એ આ ભાડું પેલેસ ઓન વ્હીલથી વધારે છે. છઠ્ઠા નંબરે આવે છે રોયલ કેનેડિયન પેસેફિક. આ ટ્રેન કેનેડાથી સૌથી ફેમસ ટ્રેન છે. આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે એક વ્યક્તિનું 6થી સાત લાખ રૂપિયાની આસપાસ છે.

એક વ્યક્તિનું ભાડું 3.9 લાખ રુપિયા
હવે આવે છે એ ટ્રેન જે દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે અને આ છે ભારતીય રેલવેની. ભારતીય રેલવેની આ ટ્રેનનું નામ છે મહારાજા એક્સપ્રેસ. આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટેનું એક વ્યક્તિનું ભાડું 3.9 લાખ રૂપિયાથી શરૂ થઈને 19.9 લાખ રૂપિયા સુધી છે.
મહારાજા એક્સપ્રેસ ભારતની સૌથી મોંઘી ટ્રેન હોવાની સાથે સાથે તે દુનિયાની પણ સૌથી મોંઘી ટ્રેન છે. મહારાજા એક્સપ્રેસની ટ્રિપ માટે પણ એક કરતા એક ચઢિયાતા સ્પોટ પર તમને મુસાફરી કરવાની પણ તક આપે છે. મહારાજા એક્સપ્રેસ ઑક્ટોબરથી એપ્રિલ દરમિયાન ચાર અલગ-અલગ પ્રવાસનું સંચાલન કરે છે, જેમાંથી બે ટૂંકા ગાળાના ગોલ્ડન ટ્રાયેન્ગલ (દિલ્હી, જયપુર અને આગ્રા) પ્રવાસો છે અને અન્ય ત્રણ સપ્તાહ-લાંબી સફરના છે.
