July 1, 2025
ટોપ ન્યુઝ

Mahakumbh Stampede 14થી વધુ શ્રદ્ધાળુના મોત, એનએસજીને તહેનાત કરાઈ

Spread the love

પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભાગદોડને લઈ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી અને આ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મહાકુંભ મેળાના વિસ્તારમાં સુરક્ષાકર્મચારીઓ એડિશનલ કંપની તહેનાત કરવામાં આવી છે, જ્યારે મૌની અમાવસ્યાને લઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ભીડને નિયંત્રણમાં લેવા માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)એ મોરચો સંભાળ્યો છે. એની સાથે સુરક્ષાદળોની વિશેષ કંપની તહેનાત કરવામાં આવી છે.

હેલિકોપ્ટરથી દેખરેખ રાખવાનો પ્રયાસ
મહાકુંભમાં બુધવારે વહેલી સવારે સંગમ પર એક અવરોધ તૂટ્યા પછી ભાગદોડ થઈ હતી, જેમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી. ભાગદોડમાં 14થી વધુ શ્રદ્ધાળુનાં મોત થયા પછી સુરક્ષા પ્રશાસન દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. ભોગદોડ પછી પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નિયંત્રિત કરી હતી, જ્યારે હવે લોકોને રોકીને સ્નાન કરવા માટે મોકલવામાં આવે છે. લોકો સરળતાથી અવરજવર કરી શકે એના માટે આઠ નવા એક્ઝિટ પોઈન્ટ તૈયાર કર્યાં છે. એનએસજી સહિત હેલિકોપ્ટરથી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આરએએફ અને સીઆરપીએફની કંપની તહેનાત
મુખ્ય મંત્રી યોગિની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગદોડ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે મહાકુંભ માટે તૈયાર કરવામાં આવેલા વોરરુમમાં મુખ્ય સચિવ, ડીજીપી, એડીજી (કાયદો અને વ્યવસ્થા) સહિત અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મહાકુંભના સ્થળે આર્મીની વધુ કંપની તહેનાત કરવાની સાથે સુરક્ષા વધારી છે. આરએએફ અને સીઆરપીએફની પણ વિશેષ કંપનીને તહેનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ક્રમ નહીં બદલાય પણ સ્નાનનો સમય બદલાયો
પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી શાહી સ્નાનની પરંપરા નહીં તૂટે. અખાડા પરિષદે કહ્યું હતું કે શાહી સ્નાન કરવાની જાહેરાત કરી હતી. જોકે, શાહી સ્નાન વખતે કોઈ જુલુસ નહીં નીકળે તેમ જ પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી અખાડા પરિષદના અધ્યક્ષ રવિન્દ્ર ગિરિએ કહ્યું હતું કે સરકાર સાથે વાતચીત કર્યા પછી સાધુ સંતોએ સ્નાનના ઘાટ ધીમે ધીમે ખાલી કરવામાં આવી રહ્યા છે, તેથી ક્રમ નહીં બદલાય પણ સ્નાનનો સમય બદલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!