June 30, 2025
ટેલીચક્કરમનોરંજન

Miss India: નિકિતા પોરવાલ બની મિસ ઈન્ડિયા, પૂર્વ મિસ વર્લ્ડને માને છે પ્રેરણામૂર્તિ

Spread the love

મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલ ફેમિના મિસા ઈન્ડિયાનો તાજ પહેર્યો છે, જ્યારે રેખા પાંડે પહેલી રનરઅપ બની છે. અઢાર વર્ષની ઉંમરમાં ટીવી એન્કર તરીકે પોતાની કારકિર્દી શરુ કરનારી નિકિતા પોરવાલ ઘણા વર્ષોથી નાટકો પણ લખે છે એની સાથે સાથે અભિનેત્રી તરીકે પણ કામ કર્યું છે. પૂર્વ મિસ ઈન્ડિયા 2023ની નંદિની ગુપ્તાએ નિકિતા પોરવાલને તાજ પહેરાવ્યો હતો, જ્યારે બોલીવુડની જાણીતી અભિનેત્રી નેહા ધુપિયાએ મિસ ઈન્ડિયા સૈશ પહેરાવ્યો હતો. ફેમિના મિસ ઈન્ડિયાને પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નિકિતાની અનેક તસવીરો શેર કરીને અભિનંદન આપ્યા હતા.
ફેમિના મિસ ઈન્ડિયા 2024ની ગ્રાન્ડ ફિનાલે બુધવારે રાતે મુંબઈમાં યોજવામાં આવ્યો હતો. પૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીએ આ કાર્યક્રમમાં શાનદાર પર્ફોરમન્સ કર્યું હતું અને રનવે પર પોતાની સુંદરતાનો પરિચય કરાવ્યો હતો. અહીંના કાર્યક્રમમાં જાણીતી અભિનેત્રી નેહા ધુપિયા, ડાન્સર રાઘવ જુયાલ અને અન્ય હસ્તીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અનુષા દાંડેકર ફેમિના મિસ ઈન્ડિયાની જ્યુરી પેનલનો ભાગ બની હતી. 30 રાજ્યની ફાઈનાલિસ્ટ ગ્રાન્ડ ફિનાલેમાં ટક્કર આપવા પહોંચી હતી, જેમાં નિકિતા પોરવાલને મિસ ઈન્ડિયા જાહેર કરી હતી, જે હવે મિસ વર્લ્ડ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
હવે મનમાં થશે કે આ નિકિતા પોરવાલ કોણ છે તો મધ્ય પ્રદેશના ઉજ્જૈનની વતની નિકિતા પોરવાલ છે. ફેમિના અનુસાર નિકિતા પોરવાલે પોતાની સ્કૂલનું એજ્યુકેશન કોર્મેલ કોન્વેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં કર્યું હતું અને હાલમાં બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્ટડી કરે છે. નિકિતાએ પોતાના વિચારોને રજૂ કરતા કહ્યું હતું કે જિંદગી એવી જીવો જેનું મહત્ત્વ હોય. નિકિતા એક મોડલ સાથે અભિનેત્રી પણ છે અઢાર વર્ષની ઉંમરમાં કામ કરી ચૂકી છે. પોતાની કારકિર્દીની શરુઆત એક ટીવી એન્કર તરીકે કરી હતી અને 60થી વધુ નાટકમાં કામ પણ કરી ચૂકી છે. ફેમિના મિસ ઈન્ડિયા કાર્યક્રમનું આયોજન મુંબઈના જાણીતા સ્ટુડિયોમાં થયું હતું, જ્યારે આ સૌદર્ય સ્પર્ધાની 60મું સંસ્કરણ હતું.
મિસ ઈન્ડિયા વિજેતા નિકિતા પોરવાલે કહ્યું કે તે મિસ વર્લ્ડ અને બોલીવુડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાયની મોટી ફેન છે. ઐશ્વર્યા રાય બચ્ચન મારા માટે સુંદરતા-બુદ્ધિનું પ્રતીક છે, જે ક્યારેય બદલાશે નહીં. ઐશ્વર્યાની દરેક વાત મને પસંદ છે. હું તેમની પાસેથી ઘણું બધુ શીખી છું અને એ મારી પ્રેરણા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!