Madhavi Raje Scindia: જ્યારે ગ્વાલિયરના યુવરાજ માધવ રાવની જાન માટે સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ હતી…
ગ્વાલિયરનાં રાજમાતા અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાનાં માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે ૭૦ વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું હતું. નેપાળ રાજ પરિવારનાં રાજકુમારી માધવી રાજે અને માધવરાવ સિંધિયાના લગ્નની રસપ્રદ વાતો ગ્વાલિયર આજે પણ યાદ કરે છે. આવો આજે એવી જ કેટલીક યાદો તમારી સાથે વહેંચીએ..
માધવી રાજે સિંધિયાનું સાચું નામ શું?
નેપાળ રાજ પરિવારનાં રાજકુમારી માધવી રાજે સિંધિયાનાં દાદા નેપાળના વડા પ્રધાન રહી ચૂક્યા છે. માધવી રાજેનાં દાદા જુધ્ધ શમશેર જંગ બહાદુર રાણા ડાયનેસ્ટીના પ્રમુખ પણ હતા. માધવી રાજેનું લગ્ન પહેલા નામ હતું રાજકુમારી કિરણ રાજ્ય લક્ષ્મી દેવી. વિવાહ બાદ પરંપરાને અનુસરી માધવ રાવે એમનું નામ બદલ્યું હતું.
આખી ટ્રેન લઈને પહોંચી હતી જાન
૮ મે, ૧૯૬૬ની વાત છે. ગ્વાલિયરના યુવરાજ માધવ રાવ સિંધિયા ખૂબ લોકપ્રિય હતા ભારતમાં. એમના લગ્નનો ઉત્સાહ પણ લોકોમાં ખૂબ હતો. વિવાહ સમારંભ દિલ્હીમાં યોજાવાનો હતો. લોકો અને વીઆઇપી મહેમાનો આ વિવાહમાં સામેલ થઈ શકે એ હેતુથી ગ્વાલિયર – દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી.