July 1, 2025
ટોપ ન્યુઝ

નાશિક હાઈ-વે પર લકઝરી બસ 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી, સાત પ્રવાસીનાં મોત

Spread the love

મુંબઈઃ નાશિક-ગુજરાત હાઈ-વે પર તાજેતરમાં એક લકઝરી બસને જીવલેણ અકસ્માત થયો હતો, જેમાં સાત પ્રવાસીનાં મોત થયા છે, જ્યારે પંદરથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના નાશિક-ગુજરાત હાઈ-વે પર એક લકઝરી બસ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ અકસ્માત રવિવારે વહેલી સવારે સાડાપાંચ વાગ્યે થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં પંદરથી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે અમુક પ્રવાસીની હાલત ગંભીર છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવવાને કારણે લકઝરી બસ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ બનાવ સાપુતારાના ઘાટમાં બન્યો હતો.

તમામ લોકો મધ્ય પ્રદેશના રહેવાસી
આ અકસ્માત પછી તમામ ઘાયલ પ્રવાસીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે તેમની સારવાર ચાલી રહી છે. મોટા ભાગના પ્રવાસી મધ્ય પ્રદેશના રહેવાસી છે, જ્યારે તેઓ નાશિકના દર્શને જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો શિકાર બન્યા હતા. હાલમાં અકસ્માતનો કેસ નોંધીને પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

કાશ્મીરમાં 300 ફૂટ ઊંડી ખાઈમાં ટ્રક પડતા એકનું મોત
મહારાષ્ટ્રના નાશિક સિવાય કાશ્મીર નેશનલ હાઈ-વે પર પણ શનિવારે બોટલથી ભરેલી ટ્રક ઊંડી ખાઈમાં ખાબકવાને કારણે એક જણનું મોત થયું હતું, જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. રામવન જિલ્લામાં બેટરી ચશ્મા વિસ્તારમાં ટ્રકચાલક રફાકત ખટ્ટાનાએ ટર્નિંગમાં ટ્રક પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. પોલીસે કહ્યું કે આ ટ્રક જમ્મુથી શ્રીનગર જતી વખતે અકસ્માત થયો હતો. આ ટ્રક લગભગ 300 ફૂટ ઊંડી ખીણમાં પડ્યો હતો, જેમાં એકનું મોત થયું હતું. મૃતકની ઓળખ યાસિર અલી તરીકે કરવામાં આવી હતી, જ્યારે જુનૈદ અને ઝાકિર હુસૈનને પણ ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ અકસ્માત પછી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!