December 19, 2025
ધર્મ

આજે ચંદ્રગ્રહણ: જાણો શા માટે લાગે છે ગ્રહણ, ત્રણ રાશિના જાતકોએ સાચવવું પડશે!

Spread the love


આ વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ આજે એટલે સાતમી સપ્ટેમ્બરના થશે. ચંદ્રગ્રહણનું મહત્ત્વ ધાર્મિક અને જ્યોતિષી દૃષ્ટિએ વધારે છે. 2025નું અંતિમ ચંદ્રગ્રહણ આજે ભારતમાં જોવા મળશે. ભારતીય સમય અનુસાર ચંદ્રગહણની શરુઆત રાતના 9.58 વાગ્યે થશે, જ્યારે આ સમયગાળા દરમિયાન અમુક પ્રકારની સાવધાની રાખવાનું પણ જરુરી રહેશે.

ચંદ્રગ્રહણનું ધાર્મિક કારણ પણ છે, જ્યારે તેના સંબંધી રાહુ-કેતુની પૌરાણિક કથાનું પણ મહત્ત્વ છે એ વાર્તા જાણીએ. ખગોળ શાસ્ત્રની દૃષ્ટિએ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે, જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે આવે છે. ધારમિક દૃષ્ટિએ પણ એનું કારણ પણ રાહુ અને કેતુ માનવામાં આવે છે. એના સંબંધમાં સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૌરાણિક કથા અનુસાર સૂર્ય અને ચંદ્રમાને ગ્રહણને દંશ દેનારા રાહુ અને કેતુનો જન્મ ઉજ્જૈન નગરીમાં થયો હતો. ચંદ્રગ્રહણ સંબંધી પૌરાણિક કથાનું મહત્ત્વ ચાલો જાણીએ.

સ્કંદ પુરાણ અનુસાર એક વખતે દેવતા અને દાનવોની વચ્ચે કિમતી ખજાનો મેળવવા માટે સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું, ત્યારે અમૃત નીકળ્યું તો ભગવાન વિષ્ણુએ મોહિની રુપ ધારણ કરીને અમૃત દેવતાઓને પીવડાવવાનું શરુ કર્યું હતું અને એ વાતની જાણકારી સ્વરભાનુ નામના દાનવને ખબર પડી ગઈ તો તે દેવતાઓનું રુપ ધારણ કરીને કતારમાં બેસી ગયો. એના પછી સ્વરભાનુ અમૃતનું પાન કરવા લાગ્યો. આ વાતની જાણ સૂર્ય અને ચંદ્રમાને થઈ તો તેમને તેની વાત મોહિની સ્વરુપ ધારણ કરનારા વિષ્ણુજીને કરી.

આ વાતની જાણ વિષ્ણુ ભગવાનને થયા પછી ગુસ્સામાં આવી જતા તેમના ગુસ્સાથી પોતાના ચક્રથી સ્વરભાનુનું ધડ અલગ કરી નાખ્યું, કારણ કે સ્વરભાનુ અમૃત ધારણ કરી લીધું હતું, તેથી તેનું મૃત્યુ થયું નહીં. સ્વરભાનુનું માથુ રાહુ કહેવાય છે અને ધડને કેતુ. કથા અનુસાર સૂર્ય અને ચંદ્રમાને સ્વરભાનુ એટલે રાહુ-કેતુનો ભેદ ખોલ્યો હતો, તેથી રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રમાને ગ્રહણ લગાડે છે.

ચંદ્રગ્રહણના દિવસે કોના માટે રહેશે ભારે?
આજના ચંદ્રગ્રહણના દિવસે શનિ પણ વક્રી સ્થિતિમાં રહેશે. જેને પણ સારું માનવામાં નથી આવતું. એટલે એકંદરે આ બધા અશુભ યોગ લોકોના જીવનને અસર કરશે. જેમાં 3 રાશિઓ એવી છે જેમને વધુ સાવધાની રાખવાની જરૂર છે. જેમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ પણ વધુ સાવધાની રાખવી જોઈએ અને બહાર જવાનું ટાળવું જોઈએ. આજના દિવસે મકર, તુલા અને સિંહ રાશિના જાતકોએ વધુ સાચવીને રહેવું હિતાવહ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!