IPL: દિલ્હી સામે લખનઊ હાર્યું, પ્લેઓફની રેસમાંથી બહાર જવાની શક્યતા
હોપનો કેચ ઝડપી લેતા રાહુલે ખુશ કરી દીધા માલિકને…
નવી દિલ્હીઃ અહીંના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં લખનઊ સુપરજાયન્ટસને 19 રનથી હરાવ્યું, તેનાથી દિલ્હી પ્લેઓફની રેસમાં ટકી રહ્યું છે. દિલ્હીના 208 રનના ટાર્ગેટ સામે નવ વિકેટે 189 રન બનાવી શક્યું હતું. હાર સાથે લખનઊ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર ગયું છે, જ્યારે એક મેચ રમવાની રહી છે. મેચ હાર્યા પછી રાહુલે પીચને જવાબદાર ગણાવી હતી. ગઈકાલની મેચમાં મેન ઓફ ધ મેચ ઈશાંત શર્મા બન્યો હતો. ચાર ઓવરમાં 34 રન આપીને સૌથી વધુ વિકેટ ઝડપી હતી.
દિલ્હી કેપિટલ (DC) અને લખનઉ (LSG) વચ્ચેની આજની મેચમાં જોરદાર રસાકસી રહી, તેમાંય વળી પહેલી ફિલ્ડિંગમાં લખનઉ સુપર જાયન્ટના કેપ્ટન કે એલ રાહુલે (K L Rahul) ચપળતાથી કેચ ઝડપી લેતા ચાહકો જ નહીં ટીમના માલિક સંજીવ ગોયંકા ખૂદ ખુશ જોવા મળ્યા હતા અને એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.
આજની IPLની 64મી મેચ દિલ્હી અને લખનઉ વચ્ચે રમાઇ અને દિલ્હીએ પહેલી 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા. પણ આ મેચમાં રાહુલની શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ તો મેચની ત્રીજી ઓવરમાં શે હોપનો શાનદાર કેચ પકડ્યો હતો. બિશનોઈની ઓવરમાં કે એલ રાહુલે હોપનો કેચ ઝડપીને પેવેલિયન ભેગો કર્યો હતો અને તેને જોઈને મેદાનમાં હાજર પ્રેક્ષકો જોતા રહ્યા તેમ જ ટીમના માલિક સંજીવ ગોયંકા પણ ખુશ થઈને તાળીઓ પાડવા લાગ્યા હતા.
વીડિયો વાયરલ થયા પછી લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. અહીં એ જણાવવાનું કે આ અગાઉ હૈદરાબાદની મેચમાં હાર પછી ટીમના માલિક સંજીવ ગોયંકાએ રાહુલની જોરદાર ફટકાર લગાવી હતી. ક્રિકેટના મેદાનમાં રીતસરના ફટકાર લગાવી રહ્યા હોય એવા વીડિયો પણ વાઇરલ થાય પછી વિવાદ પણ થયો હતો. જોકે એના પછી બેની વચ્ચે સંબંધો સુધરી ગયા હોવાના વીડિયો વચ્ચે દિલ્હી સામે મેચ રમાઇ હતી. દિલ્હી સામે લખનઊ હારતા 12 પોઈન્ટે રહ્યું છે, જ્યારે દિલ્હી 14 મેચમાંથી સાતમાં જીત અને સાતમાં હાર સાથે 14 પોઈન્ટે રહ્યું છે, તેથી દિલ્હીની હજુ પ્લેઓફ ટકી રહેવાની આશા જીવંત છે.