February 21, 2026
ટ્રાવેલ

ભારતના રૂ. 100 અહીં બને છે રૂ. 18,000! બજેટની ચિંતા છોડો અને ઉપડી જાવ આ ‘સ્વર્ગ’ જેવા દેશની સફરે

Spread the love

આપણામાંથી મોટા ભાગના લોકોનું સપનું હોય છે ફોરેન ટ્રિપનું… ઘણા લોકોનું સપનું હોય છે કે તેઓ વિદેશ પ્રવાસે જાય, પરંતુ અમેરિકા કે યુરોપના મોંઘા ખર્ચને જોઈને તેઓ પ્લાન પડતો મૂકે છે. જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો આજે અમે અહીં તમને એક એવા ફોરેન ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના માટે એવું કહી શકાય સસ્તી સુખડી અને સિદ્ધપુરની જાત્રા, ચાલો તમને આ વિશે જણાવીએ…

ઈન્ડોનેશિયા તમારા માટે ‘સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા’ જેવો ઉત્તમ પર્યાય છે. અમેરિકન ડોલર કે બ્રિટિશ પાઉન્ડ સામે ભલે રૂપિયો નબળો હોય, પરંતુ ઈન્ડોનેશિયામાં સ્થિતિ સાવ અલગ છે. અહીં ભારતનો એ રૂપિયો ઈન્ડોનેશિયાના અંદાજે 184 રૂપિયા (ઈન્ડોનેશિયન રૂપૈયા – IDR) બરાબર છે.

ઉદાહરણ આપીને સમજાવવાનું થાય તો જો તમે ભારતથી માત્ર 100 રૂપિયા લઈને ત્યાં જાવ છો, તો તેની કિંમત ત્યાં 18,495.65 રૂપિયા જેટલી થઈ જાય છે. આ જ કારણ છે કે ભારતીયો ત્યાં જઈને ‘અમીર’ જેવો અનુભવ કરે છે.

શા માટે પસંદ કરવું ઈન્ડોનેશિયા?
ઈન્ડોનેશિયાની પસંદગી કરવા પાછળના કેટલાક કારણો વિશે આપણે અહીં વિસ્તારથી વાત કરીશું. ઈન્ડોનેશિયાની પસંદગી કરવાના વિવિધ કારણો છે જેમાંથી કેટલાક પ્રમુખ કારણો નીચે મુજબ છે-
કુદરતી સુંદરતા: ઈન્ડોનેશિયા તેના અદભૂત દરિયા કિનારા (બીચ), પ્રાચીન મંદિરો અને જંગલો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. બાલી જેવી જગ્યાઓ દરેક પ્રવાસીની બકેટ લિસ્ટમાં હોય છે.

રહેવું અને જમવું સસ્તું: કરન્સીના તફાવતને કારણે અહીં લક્ઝરી હોટલોમાં રહેવું અને શ્રેષ્ઠ ભોજન લેવું ભારતીયો માટે ખૂબ જ સસ્તું પડે છે.

ભારતીયોની પહેલી પસંદ: અહીંની સંસ્કૃતિ અને ખાણીપીણીમાં પણ ક્યાંક ને ક્યાંક ભારતીય ઝલક જોવા મળે છે, જે પ્રવાસીઓને પોતાના ઘર જેવો અનુભવ કરાવે છે.

જો તમે પણ ઓછા બજેટમાં વિદેશની ધરતી પર લક્ઝરી લાઈફ અને કુદરતી સૌંદર્ય માણવા માંગતા હોવ, તો ઈન્ડોનેશિયાથી શ્રેષ્ઠ બીજો કોઈ વિકલ્પ નથી. તો મોડું શેનું? બેગ પેક કરો અને નીકળી પડો આ સસ્તા અને સુંદર પ્રવાસ પર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!