લોર્ડ્સમાં ભારતનો પરાજય: ટીમ ઈન્ડિયામાં હીરો અને વિલન કોણ? નક્કી કરી લો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચમાં ત્રીજી ટેસ્ટ 22 રનથી હાર્યું અને કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ગુસ્સાનો શિકાર બની રહ્યા છે. છેલ્લી વિકેટ મોહમ્મદ સિરાઝની વિકેટ પડી એનું આશ્ચર્ય હતું. એક છેડે રહેલા રવિન્દ્ર જાડેજાની ધીમી બેટિંગથી લઈને ઓનપર બેટ્સમેન 192 રન કરી શક્યા નહીં એના અંગે ઇંગ્લેન્ડ ટીમના કોચે અગાઉથી ચેલેન્જ આપી હતી. પહેલા એક કલાકમાં છ વિકેટ પડી જવાનો દાવો કર્યો હતો. એ દાવો ખોટો પડ્યો છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે વિલન કોણ અને હીરો કોણની વાતોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે, તેથી હાર-જીતના કારણો જાણીએ.

બ્રાયડન કાર્સ જાડેજાને ટકરાયો
વન-ડે અને ટવેન્ટી-20 માફક ભારતીય ટીમ 90 ઓવરમાં 192 રન બનાવી શકી એનું આશ્ચર્ય છે, જેમાં અંગ્રેજોની નાલાયકી પણ માફ છે. 35મી ઓવરમાં બોલર બ્રાડયન કાર્સ બોલિંગ ફેંક્યા પછી જાડેજાને ટકરાયો હતો. પહેલા રન લેતી વખતે કાર્સ જાડેજાના રસ્તામાં આવ્યો હતો, ત્યારબાદ બીજા રનમાં જાડેજાએ કાર્સને ટક્કર મારીને બીજો રન લીધો એ વખતે કેપ્ટન બ્રેન સ્ટોક્સે બંનેને શાંત કરાવ્યા હતા. મેચની શરુઆતમાં ભારતે ચોથા દિવસે 58 રને ચાર વિકેટથી શરુઆત કરી હતી. જાડેજા અને કેએલ રાહુલ (39) પાસેથી કંઈક અપેક્ષાઓ હતી, પરંતુ જોફ્રા આર્ચરે રાહુલ અને ઋષભ પંત (ચાર રન)થી ઝડપથી આઉટ કર્યા હતા અને ભારતે 112 રનના સ્કોરે આઠ વિકેટ ગુમાવી હતી. એના પછી મોહમ્મદ સિરાજ (2) સાથે 59 બોલ સુધી ઇનિંગ સંભાળી હતી. જાડેજાએ 153 બોલમાં 56 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા સામેલ હતા. ચાહકોને અપેક્ષા હતી કે જાડેજા પોતાની આક્રમક ઈનિંગ રમે, જેને 2018માં ઓવલમાં નોટ આઉટ રહીને 86 રન બનાવ્યા હતા, પરંતુ ડિફેન્સિવ બેટિંગ રમ્યો હતો.
Drama, more drama! 👀#ENGvIND 👉 3rd TEST, DAY 5 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/DTsJzJLwUc pic.twitter.com/eiakcyShHV
— Star Sports (@StarSportsIndia) July 14, 2025
સમય આવે આક્રમક રમત રમવી પડે
છેલ્લે ભારતને જીતવા માટે 30 રન જોઈતા હતા, પણ જાડેજા દબાણમાં રમ્યો હતો. બ્રાયડન કાર્સના શોર્ટ બોલમાં મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટને ટચ કરીને વિકેટકિપર જેમી સ્મિથના હાથમાં ગઈ હતી. એ વખતે સ્ડેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. ધીમી બેટિંગને કારણે જાડેજાને ટીકાનો ભોગ બનવું પડ્યુ છે. ક્રિકેટર વરુણ આરોને જાડેજાનો બચાવ કરતા કહ્યું છે કે જાડેજા છેલ્લે સુધી ઝઝમ્યો પણ જીતવા માટે આખી ટીમે લડાયક બનીને રમવું પડે છે. જાડેજા જો આક્રમક રમ્યો હોત તો ભારત વહેલા ઓલઆઉટ થયું હોત એવી સોશિયલ મીડિયા પર યૂઝરે જાડેજાને ફેવર કરીને લખ્યું હતું.
રવિન્દ્ર જાડેજાએ નવો ઈતિહાસ રચ્યો
ટીમ ઈન્ડિયાના નિષ્ફળ રહેનારા ઓપનર બેટ્સમેન સિવાય મિડલ ઓર્ડરમાં કેએલ રાહુલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન સારું રહ્યું છે. જાડેજાએ તો 148 વર્ષના ઈતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. લોર્ડ્સના મેદાનમાં બંને ઈનિંગમાં પચાસથી વધુ રન કરનારો બીજો ભારતીય ક્રિકેટર બન્યો છે. પહેલી ઈનિંગમાં 131 બોલમાં 72 રન બનાવ્યા હતા, જ્યારે એક વિકેટ પણ ઝડપી હતી. બીજી ઈનિંગમાં નોટ આઉટ રહીને (181 બોલમાં 61 રન બનાવ્યા) યાદગાર ઈનિંગ રમ્યો હતો. આ અગાઉ વિનુ માકડે 1952માં ઐતિહાસિક ઈનિંગ રમ્યા હતા. ત્રીજા દિવસની રમતમાં રવિન્દ્ર જાડેજાએ હાફ સેન્ચુરી સાથે છ ઈનિંગમાં 109ની એવરેજથી કૂલ 327 રન બનાવ્યા છે.
લોર્ડ્સમાં ભારતની આ 16મી હાર છે, જેમાં 19 ટેસ્ટ મેચમાંથી ત્રણ જીત્યું છે. વધુ એક હારથી ભારતે હારનો પણ નવો રેકોર્ડ બનાવ્યો છે.
સસ્તામાં વિકેટ ગુમાવવાનો માઈનસ પોઈન્ટ
છેલ્લે મહત્ત્વની વાત કહીએ તો ભારતની હાર માટે પહેલી ઈનિંગમાં 376 રને ભારતની છ વિકેટ પડી હતી, પરંતુ બીજા અગિયાર રનમાં ચાર વિકેટ પડી હતી. બીજી ઈનિંગમાં 193 રનનો ટાર્ગેટ હતો, પરંતુ બીજી ઈનિંગમાં ગેમ પૂરી થાય ત્યાં સુધી તો ચાર વિકેટ ફેંકી દીધી હતી. પાંચમા દિવસે પહેલા સત્રમાં 24 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી અને એના પછી 112 રને આઠમી વિકેટ પડ્યા પછી ભારતીય ટીમ હારશે એવું નક્કી થઈ ગયું હતું. ભારતીય બોલર જેટલા આક્રમક રમે છે એની તુલનામાં બેટરનું નબળું પ્રદર્શન રહ્યું. ઇંગ્લેન્ડની ટીમવતીથી રિયલ હીરો બનનારા જોફ્રા આર્ચરે ભારતીય ટીમની મહત્ત્વની વિકેટ ઝડપી હતી.
Test Cricket.
Wow.
😍 pic.twitter.com/XGDWM1xR2H— England Cricket (@englandcricket) July 14, 2025
જસપ્રીત બુમરાહ શાનદાર ઝઝૂમ્યો
હાર્યા પછી પણ પૂંછડિયા બેટ્સમેનમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે રવિન્દ્ર જાડેજાનો સાથે આપતી બેટિંગ કરીને એકવાર તો ભારત જીતી જશે એવી આશા જગાવી હતી. બુમરાહે 54 બોલમાં પાંચ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ટીંપે ટીંપે સરોવર ભરાય એ કહેવતના માફક ભારતને જીત તરફ ધકેલી જવામાં મદદ કરી હતી. અંગ્રેજોને પરસેવો પણ પડાવી દીધો હતો રન લીધા વિના આઠેક ઓવર ફેંકાવી હતી. 147 રને ભારતે બુમરાહની વિકેટ ગુમાવ્યા પછી સિરાજ રમતમાં આવ્યો હતો, જેનું કમનસીબ કે બોલ તેને ટકરાયા પછી સ્ટમ્પને ટકરાતા આઉટ થયો હતો. ટૂંકમાં, પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં દરેક મેચ રસપ્રદ રહે છે, જે જેન્ટલમેન ગેમ કરતા ડબલ્યુડબલ્યુએફની ગેમ બની રહે છે. જોકે, ભારતનું કમનસીબ છે કે પહેલી ટેસ્ટમાં ભારત 34 અને ત્રીજી ટેસ્ટમાં 22 રનથી હાર્યું છે. કહેવાય છે કે કિનારે આવેલી ભારતીય ટીમ ડૂબી છે. હવે હીરો કોણ અને વિલન કોણ એ તો તમારે જ નક્કી કરવાનું છે.
