ભગવાન શંકરે આપ્યો હતો સરયુ નદીને શ્રાપ, અહીં જાણો આખી સ્ટોરી…
શું તમને ખબર છે કે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં વહેતી નદીને શ્રાપિત નદી માનવામાં આવે? ભગવાન શંકરે આ સરયુ નદીને શ્રાપ આપ્યો હતો. એટલું જ નહીં પણ આ નદીના પાણીનો પૂજા પાઠમાં ક્યારેય ઉપયોગ કરવામાં નથી આવતો. ચાલો તમને આજે સોમવારે ભગવાન ભોળાનાથના દિવસે આ પાછળની ખૂબ જ ઓછી પ્રચલિત કથા જણાવીએ…
અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં વહેતી સરયુ નદીને સૌથી સમૃદ્ધ નદી માનવામાં આવે છે, આ નદી હિમાલયથી નીકળીને ઉત્તરપ્રદેશથી ઉત્તરાખંડ રાજ્યમાંથી વહે છે. પરંતુ શું તમને ખબર છે કે આ નદીને શાપિત માનવામાં આવે છે. આ નદીના જળનો ઉપયોગ કોઈ પણ પૂજા પાઠમાં નથી કરવામાં આવતો. આ નદીમાં સ્નાન કરવાથી પાપ તો ધોવાઈ જાય છે પણ આ નદીમાં સ્નાન કરવાથી કોઈ પણ પ્રકારનું પુણ્ય ઉપાર્જીત નથી થતું. ચાલો જાણીએ કે આખરે આવું કેમ?
પૌરાણિક કથા પર વિશ્વાસ કરીએ તો આ સરયુ નદીમાં જ જળ સમાધિ લઈને પોતાના જીવનનો અંત આણ્યો હતો. આને કારણે જ ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થઈ ગયા હતા અને તેમને સરયુ નદીને શ્રાપ આપ્યો હતો.
ભગવાન ભોળાનાથે સરયુ નદીને શ્રાપ આપતા કહ્યું હતું કે તારા જળનો ઉપયોગ કોઈ પણ પ્રકારના પૂજા પાઠમાં ક્યારેય નહીં કરવામાં આવે.
આ શ્રાપ બાદ માતા સરયુ માફી માંગીને ભગવાન શંકરના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે આમાં મારો શું દોષ છે? આ તો વિધિનું વિધાન હતું કે પહેલાંથી જ નિર્ધારિત હતું. માતા સરયુની આ વાત સાંભળીને ભગવાન શંકરે તેમને કહ્યું કે હવે હું મારો શ્રાપ પાછો નહીં લઈ શકું. પરંતુ તારા જળમાં સ્નાન કરવાથી લોકોના પાપ તો ધોવાઈ જશે પણ શ્રદ્ધાળુ કોઈ પુણ્ય ઉપાર્જીત નહીં કરી શકે. આ ઉપરાંત તારા જળનો ઉપયોગ પૂજા પાઠમાં નહીં કરી શકાય.
બસ આ કારણે અયોધ્યામાં વહેતી સરયુ નદીને આજે પણ લોકો શાપિત માને છે અને પૂજા પાઠમાં તેના પાણીનો ઉપયોગ નથી કરવામાં આવતો. તમે પણ આ અનોખી માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં પણ ચોક્કસ વૃદ્ધિ કરજો…
બોલો હર હર મહાદેવ…