આ રાશિના જાતકો પર હમેશાં મહેરબાન રહે છે કુબેર દેવ, કયારેય નથી વર્તાતી પૈસાની તંગી…
હિંદુ ધર્મમાં દરેક દેવી દેવતાઓને અમુક રાશિઓ પ્રિય હોવાનો ઉલ્લેખ જોવા મળે છે અને આજે આપણે ધન, સિદ્ધિ, વૈભવના દેવતા કુબેરની પ્રિય રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે અહીં જાણીશું કે કુબેર દેવની પ્રિય રાશિઓ કઈ છે… ધન, સુખ, સમૃદ્ધિના દાતા એવા કુબેર દેવને ત્રણ રાશિઓ ખૂબ પ્રિય છે. એટલું જ નહીં પોતાની આ પ્રિય રાશિઓ પર કુબેર દેવ હમેશાં મહેરબાન રહે છે, તેમ જ તેમને ક્યારેય ધનની કમી વર્તાવા દેતા નથી. આ રાશિના જાતકોના જીવનમાં કાયમ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.ચાલો સમય વેડફ્યા વિના જોઈએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કે જેમના પર કુબેર દેવની કૃપા દ્રષ્ટિ બની રહે છે…
વૃષભ: આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે વૃષભ રાશિના જાતકોનું. આ રાશિના જાતકોના જીવનમાં કાયમ જ સુખ સમૃદ્ધિ રહે છે. આ રાશિના જાતકો ધન કમાવવામાં માહેર હોય છે અને તેઓ ખૂબ જ સરળતાથી પૈસા કમાવી લે છે. આ સિવાય પણ આ રાશિના જાતકો જો કુબેર દેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેમને શુક્રવારે વ્રત રાખીને મા લક્ષ્મી તેમ જ કુબેર દેવની પૂજા કરવી જોઈએ. તેમ જ આ દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરવો જોઈએ.
કર્ક: કર્ક પણ કુબેર દેવની મનગમતી રાશિઓમાંથી એક છે. આ રાશિના જાતકો ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર હોય છે. પૈસા કમાવવા માટે આ રાશિના જાતકો પારાવાર મહેનત કરે છે. કુબેર દેવ પણ આ રાશિના જાતકોની મહેનતનું ફળ તેમને ચોક્કસ આપે છે, જેને કારણે તેમને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. કર્ક રાશિના જાતકોએ સોમવારનું વ્રત રાખીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
ધન: ધન રાશિ પણ કુબેર દેવની પ્રિય રાશિ છે. આ રાશિના જાતકોને પણ જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. આ રાશિના જાતકો બુદ્ધિમાન હોય છે અને પૈસા કમાવવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી. કુબેર દેવ આ રાશિના જાતકોની બુદ્ધિમત્તા અને કુશળતાને હમેશાં પ્રોત્સાહન આપે છે. જેને કારણે તેમને ધન પ્રાપ્તિ થાય છે. આ રાશિના જાતકોએ ધન પ્રાપ્તિ માટે ગુરુવારે વ્રત કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ. આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરવો જોઈએ, જેથી કુબેર દેવ તેમ જ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય.