કનેક્શન વધારવાથી સ્ટ્રેસ ઘટે, જાણો વિજ્ઞાન શું કહે છે?
કોઈની ખુશીમાં આપણી ખુશી શોધવાની અને કોઈનું દુખ પણ વહેંચી લેવાથી અમુક લોકોને મોજ પડી જતી હોય છે. મદદ કરવાથી સામેની વ્યક્તિને તો રાહત થાય છે, મદદ કરવાથી મન હળવું પણ થાય છે, જ્યારે તમને પણ તેનો આનંદ આવે છે એ વાત પણ જુદી છે. આ જ મુદ્દે વિજ્ઞાનની વાત કરીએ તો વ્યક્તિ એકલો રહે તો તૂટી જાય છે, પણ પોતાના મનની વાત કહે તો વધુ હળવો થાય છે.
આ જ વાત સ્ટ્રેસનું કારણ બની શકે છે. પરેશાની આવે તો એને પોતાના મનમાં રાખવાથી ફાયદો થાય નહીં. સ્ટ્રેસને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરો તો ઊંધું પડી શકે છે. વાસ્તવમાં સ્ટ્રેસ ત્યારે જ ઘટે છે, જ્યારે તમે બીજા સાથે કનેક્ટ થઈ શકો. પણ જ્યારે તમે કોઈની સાથે કનેક્ટ થાઓ તો દિલ ખોલીને વાત કરો ચોક્કસ દુખ દૂર નહીં થાય તો હળવા થશો.
શરીરમાં જ્યારે સ્ટ્રેસ વધે છે ત્યારે બોડીમાં કોર્ટિસોલ, એડ્રેનાલિન જેવા હોર્મોન નીકળે છે. આ વાત તો બધા જાણતા હોય છે, પરંતુ એની સાથે હોર્મોન બને છે, જેને કડલ હોર્મોન કહે છે. કહેવાય છે કે કોઈની સાથે વાત કરો અથવા હગ કરો. કોઈને મદદ કરો તો સામેની વ્યક્તિનું દુખ દૂર થાય છે. આ સંજોગોમાં શક્ય એટલા એકલા રહેશો નહીં. કનેક્શન વધારો.
શિયાળાના દિવસોમાં નાના દિવસો અને લાંબી રાત હોય છે, જેથી રાતના ઉજાગરા કરીને પણ તેની મૂડ પર પણ અસર પડે છે. નેગેટિવ ઈમોશન્સ હાવી થઈ શકે છે. આ જ દિવસોમાં ખાસ કરીને શિયાળામાં કનેક્શન વધારવાથી મગજ માટે નેચરલ હીટર તરીકે કામ કરે છે.
એટલા માટે હિન્દીમાં ગવાયું છે કિસી કી મુસ્કુરાહટો પર ખુદ કો નિસાર કર દિજીએ, કિસી કા દર્દ લીજીએ, ક્યૂંકી જીના ઈસી કા નામ હૈ. શિયાળામાં હોર્મોનલ ચેન્જ થાય છે. વિટામીન ડીનો ઘટાડો થાય છે, કારણ કે સૂર્યદાદા ઓછા જોવા મળે છે. મેલાટોનિન વધે છે. દિવસે ઊંઘ અને સુસ્તી ચઢે છે. શરીરમાંથી સેરોટિનનું પ્રમાણ ઘટે છે અને ઉદાસીનતા પણ વધે છે.
આ સંજોગોમા વધુ ઊંઘવાથી થાક, ચિડિયાપણુ વધે છે, જ્યારે હોર્મોનલ પણ વધે છે. માથામાં પણ દુખાવો થાય છે. રાતના મોબાઈલ ચલાવવાથી ઓછી ઊંઘ રહે છે. શરીરમાં થાક લાગવાની સાથે ગુસ્સાનું કારણ પણ બની શકે છે. સ્ટ્રેસ દૂર કરવા માટે વિવિધ યોગ કરી શકો છો. ખાસ કરીને ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, મર્કટાસન સહિત ચક્રાસન પણ કરી શકો છો.
