July 1, 2025
ટોપ ન્યુઝનેશનલ

આવતીકાલે 7 રાજ્યની 57 બેઠક માટે મતદાન

Spread the love

નવી દિલ્હી: ગુરુવારે લોકસભાની ચૂંટણી-2024ના છઠ્ઠા તબક્કાના મતદાન માટે કરાઈ રહેલાં પ્રચાર પર પૂર્ણવિરામ મૂકાયું છે. હવે શનિવારે આ તબક્કામાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, જમ્મુ કાશ્મીર ઝારખંડ સહિત 57 મતદાર સંઘમાં મતદાન કરાશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા પાર પડે એ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકસભાના 548 બેઠક માટે સાત તબકકામાં મતદાન યોજાશે. અત્યાર સુધી મતદાનના પાંચ તબક્કા પાર પડ્યા છે અને હવે શનિવારે છઠ્ઠા તબક્કાનું મતદાન પાર પડશે, જેમાં સાત રાજ્યની 57 બેઠકો માટે મતદાન કરવામાં આવશે. ગુરૂવારે આ મતદાર સંઘમાં પ્રચારના પડઘા શાંત પડયા હતા.

આજે એટલે કે શુક્રવારે ઈલેકશન ડયૂટી બજાવી રહેલા કર્મચારીઓને મતદાન સંબંધિત વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે અને સાંજ સુધી આ કર્મચારીઓ મતદાન કેન્દ્ર પર પહોંચી જશે. અત્યાર સુધી પાર પડેલાં પાંચેય તબક્કાની મતદાનની ટકાવારી પર બળબળતી ગરમીની અસર જોવા મળી હોઈ મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો હતો. શનિવારે યોજાનારા છઠ્ઠા તબક્કાના મતદાન પર પણ ગરમીની અસર જોવા મળશે એવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાંચમા તબક્કામાં મુંબઈમાં ખૂબ જ ધીમી ગતિએ મતદાન થયું હતું. અનેક વિસ્તારમાં તો મતદાન કરવા આવેલા નાગરિકો લાંબી લાંબી લાઈનો, ગરમી અને ધીમી પ્રક્રિયાને કારણે થઈ રહેલા મતદાનને કારણે કંટાળીને ઘરે પાછા ફર્યા હતા. મતદાન મથક પર મતદાન કરવા આવી રહેલા નાગરિકો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નહોતી, આ સિવાય પીવાના પાણી જેવી પાયાની સુવિધા પણ કરવામાં આવી નહોતી.

મતદાનની ટકાવારી ઘટાડવા માટે ચૂંટણી પંચ દ્વારા આ કારસ્તાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ બધાને કારણે દેશભરમાંથી ચૂંટણી પંચની ટીકા કરવામાં આવી હતી. હવે પોતાની ભૂતકાળની ભૂલો પરથી બોધપાઠ લઈને મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ દ્વારા કોઈ વિશેષ ઉપાય યોજના કરવામાં આવી છે કે નહીં એ તો શનિવારે જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!