February 20, 2026
ટોપ ન્યુઝનેશનલ

Lok sabha election: આગામી છઠ્ઠા અને સાતમા તબક્કામાં 338 અને 299 ઉમેદવાર કરોડપતિ, 13 નિરક્ષર

Spread the love

નવી  દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok sabha election 2024)ના છઠ્ઠા તબક્કાનું મતદાન શનિવારે હાથ ધરવામાં આવશે, જેમાં 869 ઉમેદવાર મેદાનમાં છે. આગામી બંને તબક્કામાં છઠ્ઠા અને સાતમા તબક્કમાં અનુક્રમે 180 અને 195 ઉમેદવાર સામે ગુના નોંધાયા છે. આ બંને તબક્કાના મતદાન માટે અનુકરે 338 અને 299 કરોડપતિ ઉમેદવાર મેદાનમાં છે.

છઠ્ઠા તબક્કામાં કુલ 869 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 338 ઉમેદવાર કરોડપતિ છે, જેમાંથી ભાજપના (51 ઉમેદવારોમાંથી) 48, સમાજવાદી પાર્ટીના (12 ઉમેદવાર) 11, કોંગ્રેસનાં (25) 20 અને આમ આદમી પાર્ટીના પાંચમાંથી ચાર ઉમેદવારનો સમાવેશ થાય છે.

સાક્ષરતાનાં દરની વાત કરીએ તો 332 ઉમેદવારે પાંચમા ધોરણથી 12 ધોરણ વચ્ચે ભણ્યા હોવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, 487 ઉમેદવારે સ્નાતક અને એનાથી આગળ વધુ અભ્યાસ કર્યો હોવાનું અહેવાલમાં જણાવ્યું હતું. સૌથી ચોંકાવનારી વિગતો એ છે કે 13 જેટલા ઉમેદવાર પોતે નિરક્ષર હોવાની માહિતી આપી છે.

આગામી છઠ્ઠા તબક્કાના મતદાનમાં 869 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સાતમા તબક્કામાં 904 candidate મેદાનમાં છે. આ બંને તબક્કના મતદાનમાં ક્રિમીનલ રેકોર્ડ ધરાવનારા ઉમેદવારની ટકાવારી અનુક્રમે 21 અને 22 ટકા છે. છઠ્ઠા તબક્કામાં વિશ્લેષણ કરવામાં આવેલ ફોર્મ પૈકી 866માંથી 181 ઉમેદવાર સામે ગુના નોંધાયેલા છે. આ ઉમેદવારમાં 24 જેટલા સામે મહિલા સામેના અત્યાચારના કેસ છે, જેમાંથી ત્રણેક સામે રેપ કેસ દાખલ કરાયા હતા. આ ઉપરાંત 24 જણ સામે ગંભીર ગુના નોંધાયા છે, જેમાંથી ચાર જણ સામે હત્યા અને હત્યાના પ્રયાસ કરવા અંગે ગુના નોંધાયેલા છે.

આ ઉપરાંત, હેટ સ્પીચ અંગેના કેસમાં પાર્ટી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના 51માંથી 28 ઉમેદવાર વિરૂદ્ધ કેસ નોંધાયા છે. ત્યાર બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીજું જનતા દળ સહિત અન્ય પાર્ટીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!