February 13, 2026
ટોપ ન્યુઝ

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કામાં 21 ટકા ઉમેદવારના નામે નોંધાયેલા છે ગુના

Spread the love

 

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન સંપન્ન થયું છે, જ્યારે બાકી હજુ ચાર તબક્કાનું મતદાન આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. 19 એપ્રિલ અને 27 એપ્રિલ એમ બે તબક્કાની તુલનામાં ત્રીજા તબક્કામાં એકદંરે મતદાનમાં ઘટાડો થયો હતો. કુલ 11 રાજ્યની 93 બેઠક પર સરેરાશ મતદાન 61 ટકાથી વધુ થયું હતું. 2019ની તુલનામાં મતદાનમાં ઘટાડો નોંધાયો છે એના માટે મતદાન માટે નાગરિકોમાં જોવા મળતી નિરસતા કે પછી ગરમીનું કારણ આગળ કરવામાં આવી રહ્યું છે.

હવે આગામી ચોથા તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવશે. આ ચોથા તબક્કાની ચૂંટણીમાં 21 ટકા ઉમેદવારના નામે ગુના નોંધાયેલા છે. એનાથી બીજી રસપ્રદ વાત એ છે કે 28 ટકા ઉમેદવાર કરોડપતિ છે.

13મી મેના ચોથા તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવશે, જેમાં 10 રાજ્યની 96 બેઠક પર મતદાન યોજવામાં આવશે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચે ચોથા તબક્કામાં ચૂંટણી લડનારા 1,717માંથી 1,710 ઉમેદવારના સોગંદનામાનું એનાલિસિસ કર્યું હતું, જેમાંથી 1,540 પુરુષ ઉમેદવાર છે, જ્યારે 10 ટકા મહિલા 170 ઉમેદવાર છે.

એનાથી મહત્ત્વની વાત 1,710 ઉમેદવારમાંથી 21 ટકા 360 ઉમેદવાર પર ગુના નોંધાયેલા છે, જેમાં 274 સામે ગંભીર ગુનાનો સમાવેસ થાય છે. 17 ઉમેદવારે જણાવ્યું હતું કે અમુક કિસ્સામાં તેમને દોષી ઠેરવ્યા હતા. અગિયાર ઉમેદવાર પર તો આઈપીસી 302 એટલે હત્યા અને 30 પર આઈપીસી 307 એટલે હત્યાની કોશિશના ગુના નોંધાયેલા છે. પચાસ ઉમેદવાર પર મહિલાઓ સામેના અત્યાચાર સંબંધિત ગુના નોંધાયેલા છે, જ્યારે પાંચ ઉમેદવાર સામે બળાત્કારનો પણ આરોપ હતો.

પક્ષ પ્રમાણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના (70માંથી 40) 40, કોંગ્રેસના 61માંથી 34, બીજુ જનતા દળ (ચારમાંથી બે), આરજેડી ચારમાંથી બે, તૃણમુલ કોંગ્રેસ આઠમાંથી ત્રણ, સમાજવાદી પાર્ટી 19માંથી સાત, શિવસેના ત્રણમાંથી બે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) ચારમાંથી બે વગેરેનો સમાવેશ થાય છે.

28 ટકા ઉમેદવાર છે કરોડોપતિ

કરોડપતિ ઉમેદવારની વાત કરીએ એડીઆરના રિપોર્ટ અનુસાર ચોથા તબક્કામાં 1,710 ઉમેદવારમાંથી 476 એટલે 28 ટકા ઉમેદવાર કરોડપતિ છે. પાર્ટી પ્રમાણે જોવામાં આવે તો શિવસેના, આરજેડી, શિવસેના (યુબીટી), ટીડીપી અને બીઆરએસના ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપના 65, કોંગ્રેસના 56, વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના પચીસમાંથી 24, તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના આઠમાંથી સાત અને એસપીના 11 ઉમેદવાર કરોડપતિ છે. ઓવૈસીની પાર્ટીના એઆઈએમઆઈએમના ત્રણમાંથી બે ઉમેદવાર કરોડપતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!