Election: સાતમા તબક્કામાં 58.34 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં વધારે વોટિંગ
વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટીએ સરકાર બનાવવાનો કર્યો દાવો
નવી દિલ્હીઃ 18મી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા આજે પૂરી થઈ. સાતમા તબક્કાની મતદાનની પ્રક્રિયા સાથે 8,360 ઉમેદવારનું ભાવિ કેદ થઈ ગયું. આજના સાતમા તબક્કા માટે આઠ રાજ્યની 57 બેઠક પર 8,360 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હવે ચોથી જૂનના એકથી સાત તબક્કાનું પરિણામ જાહેર કરવામાં આવશે.
બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન યોજવામાં આવ્યું હતું. સાંજના પાંચ વાગ્યા સુધીમાં 58.34 ટકા મતદાન થયું છે, જ્યારે આ વખતે સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન બિહારમાં થયું હતું.
સાંજે પાંચ વાગ્યા સુધીમાં બિહારમાં 48.86 ટકા મતદાન થયું, જ્યારે એની સામે બંગાળમાં સૌથી વધુ હિંસાના અહેવાલો વચ્ચે પણ સૌથી વધુ મતદાન 69.89 ટકા થયું હતું. ચંદીગઢમાં 62.80, હિમાચલમાં 66.56, ઝારખંડમાં 67.95, ઓડિશામાં 62.46, પંજાબમાં 55.20 અને ઉત્તર પ્રદેશમાં 54 ટકા મતદાન થયું.
મતદાન પ્રક્રિયા પૂરી થયા પછી કોંગ્રેસ પાર્ટીએ વિપક્ષી નેતાઓએ આજે બેઠક બોલાવી હતી. બેઠક પૂરી થયા પછી 295 બેઠક જીતવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસની આગેવાનીમાં ઈન્ડિ ગઠબંધનનું નિર્માણ કરીને હવે આ વખતે સત્તામાં આવવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ વિપક્ષી ગઠબંધન 295 બેઠક જીતવાનો દાવો કર્યો હતો. સોશિયલ મીડિયા પર ખરગેની ટવિટ પણ વાઈરલ થઈ હતી.
#WATCH | Delhi: After the INDIA alliance leaders meet, Congress National President Mallikarjun Kharge says, “… INDIA Alliance will win at least 295 seats.” pic.twitter.com/ROy2n1EnOa
— ANI (@ANI) June 1, 2024
મલ્લિકાર્જુન ખરગેને જવાબ આપતા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે બે-ત્રણ દિવસ દાવા કરવા દો. એના પછી ઈવીએમમાં ગેરરીતિનો રાગ આલાપશે એના પણ આ વખતે 400 પાર થશે એ નક્કી છે.
ઈન્ડિ ગઠબંધનના વિવિધ પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનરજી ઉપસ્થિત રહ્યા નહોતા. આ ઉપરાંત, કોંગ્રેસના સાથી પક્ષ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ ગઠબંધનનની સરકાર બનવા માટે કોંગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે અમારી 295થી વધારે સીટ આવશે. ભારતીય જનતા પાર્ટીને 220 એનડીએ સાથે મળીને 235 સીટ મળશે.