લોકસભાની ચૂંટણીના પરિણામ દિવસઃ મત ગણતરી વચ્ચે શેરબજારમાં કડાકો
આ સીટ પર ચૂંટણી પહેલા પરિણામ આવ્યું હોવાનો નોંધાયો રેકોર્ડ
17મી લોકસભાની ચૂંટણીમાં 64.2 કરોડ મતદારોના મત 543 સીટનું ભાવિ નક્કી કરશે. મતગણતરીના શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે પક્ષના મળનારી બેઠકના પ્રાથમિક આંકડા. 2019માં હિમાચલ પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજ્યના લોકોએ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને આપેલા મતનું પ્રમાણ પચાસ ટકાથી વધારે હતું. સામે પક્ષે કોંગ્રેસને દક્ષિણ અને હિન્દી બેલ્ટના અમુક રાજ્યમાંથી 30 ટકાથી વધુ મત મળ્યા હતા. ભાજપને 2014માં 282 બેઠક પર 31.34 ટકાથી વધુ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 44 સીટ સાથે 19.52 ટકા. 2014ની ચૂંટણીની તુલનામાં 2019માં વોટિંગ હિસ્સો વધ્યો હતો. ભાજપને 37.7 ટકા હિસ્સો મળ્યો હતો, જ્યારે કોંગ્રેસને 19.67 ટકા હિસ્સો હતો. 2019માં ભાજપને 303 સહિત એનડીએને 353 અને કોંગ્રેસને બાવન સહિત ઈન્ડિયા ગઠબંધન મળીને 91 સીટ મળી હતી.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે આજે મતગણતરી થઈ રહી છે, પરંતુ ગુજરાતની સુરત લોકસભાની સીટ એક એવી રહી છે, જ્યાં ચૂંટણી થયા પહેલા પરિણામ આવી ગયું હતું. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને ચૂંટણી પંચે બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા, જે ગુજરાતની ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત બન્યું હતું. આ સીટ પર મુકેશ દલાલ સહિત કૂલ 11 ઉમેદવાર મેદાનમાં હતા. આ તમામ ઉમેદવારે ઉમેદવારીપત્રો ભર્યા હતા, પરંતુ પછી પાછા ખેંચ્યા હતા
543 લોકસભાની સીટ માટે સાત તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું હતું, જેમાં 8,360 ઉમેદવારના ભાવિનો ફેંસલો મતદારો કરી રહ્યા છે. મત ગણતરી સવારના આઠ વાગ્યાથી શરુ થવાની સાથે ખૂલતા માર્કેટમાં સેન્સેક્સ-નિફ્ટી ઈન્ડેક્સમાં જોરદાર કડાકો બોલાઈ ગયો હતો. શરુઆતમાં 2,200 પોઈન્ટ અને નિફ્ટીમાં પ00 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. ત્રીજી જૂનના ગઈકાલે માર્કેટ ઓલટાઈમ હાઈ સપાટીથી ધડામ દઈને નીચે પટકાયું હતું. 183 પોઈન્ટના ઘટાડાથી માર્કેટ ખૂલ્યા પછી બીજો 1,700 પોઈન્ટ ગબડ્યો હતો, જ્યારે નિફ્ટી 84 પોઈન્ટ ગબડ્યા પછી વધુ 539 પોઈન્ટ ઘટી હતી. માર્કેટનું આ વલણ નિષ્ણાતોની પણ બહાર હતું. એના પછી પણ માર્કેટમાં ધોવાણ ચાલુ રહ્યું હતું.

આ વખતની લોકસભાની ચૂંટણી શરુઆતના ટ્રેન્ડિંગ રિઝલ્ટ જાણો. ગુજરાતમાં સુરતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીને સીટ મળ્યા પછી આજની 25 બેઠકમાંથી ગાંધીનગર, નવસારી, પોરબંદર, રાજકોટ, અમદાવાદ પૂર્વ, વડોદરા અને પંચમહાલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લીડ કરી રહ્યા છે. ગાંધીનગરમાં અમિત શાહ પહેલા, બીજા, ત્રીજા, ચોથા તબક્કામાં લીડ કરી રહ્યા છે, જ્યારે નવસારીમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ લીડ રહ્યા છે. ઉપરાંત, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પણ એક લાખ મતથી આગળ છે. વલસાડમાં ભાજપના ધવલ પટેલ એક લાખની લીડ મેળવી ચૂક્યા છે, તેથી તેમની જીત નિશ્ચિત છે. આ ઉપરાંત, રાજકોટની બેઠક પરથી પુરુષોત્તમ રુપાલા, પોરબંદરથી ભાજપના અર્જુન મોઢવાડિયા આગળ છે.
ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં મુંબઈમાં એનડીએ પાછળ છે, જ્યારે બારામતીની બેઠક પર સુપ્રિયા સુળે ભાભી સુનિત્રા પવારથી આગળ છે. શરુઆતની મત ગણતરીના પ્રમાણે ભાજપને 10, શિવેસના (યુબીટી) પાંચ, એકનાથ શિંદે સેના આઠ, એનસીપી (શરદ પવાર) બે, કોંગ્રેસ બે બેઠક પર લીડ કરી રહ્યા હતા. આ ઉપરાંત, વારાણસીની બેઠક પર નરેન્દ્ર મોદી આગળ હતા, પરંતુ પછી પાછળ ચાલી રહ્યા છે. લખનઊથી રાજનાથ સિંહ આગળ છે. કેરળમાં વાયનાડ અને ઉત્તર પ્રદેશમાં રાયબરેલીની બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી લીડ કરી રહ્યા છે, જ્યારે સાઉથમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરુર શરુઆતની મત ગણતરીમાં પાછળ રહ્યા છે. આ ઉપરાંત, મંડીની બેઠક પરથી કંગના રનૌત અને દિલ્હીમાં બાસુરી સ્વરાજ આગળ છે. સવારના અગિયાર વાગ્યા સુધીના આંકડા પ્રમાણે આ પ્રમાણે ટ્રેન્ડમાં છે પાર્ટી
પક્ષ 2024 2019
એનડીએ (NDA) BJP 292 353
ઈન્ડિ (I.N.D.I.A.) 220 91
અન્ય 30 99
