Lok Sabha Election: જાણી લો જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે કોણ બનાવશે સરકાર?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના સાત તબક્કા પૂરા થયા છે અને હવે બીજા બે દિવસ માટે રાહ જોવાની છે. ચોથી જૂનના સાંજ સુધીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કોની સરકાર બનશે એના અંગે એક્ઝિટ પોલે તો તારણ કાઢી નાખ્યા છે, જ્યારે જાણીતા એસ્ટ્રોલોજર પણ પોત પોતાની રીતે આ વખતની ચૂંટણીમાં કોણ બાજી મારી શકે છે એની પણ આગાહી કરી છે. આ વખતની ચૂંટણીમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોણ બનાવી શકે છે સરકાર એ પણ જોઈએ.
2024નો યોગ આઠ છે. આઠ સ્વામીનો ગ્રહ શનિ છે. આ વર્ષે સ્વામીનો ગ્રહ શનિ છે. નરેન્દ્ર મોદીનો જન્માંક પણ 08 છે. આ સંવતના રાજા મંગળ અને મંત્રી શનિ છે. નરેન્દ્ર મોદીની કુંડળીમાં મંગળની મહાદશા છે. ચોથી જૂનના આકાશમાં મેષ રાશિના ઉદય થશે. મેષના સ્વામી પણ મંગળ છે. બુધ, ગુરુ, શુક્ર અને સૂર્ય એકસાથે વૃષભ રાશિમાં ગોચર કરીને ભાજપને જોરદાર સફળતા અપાવી શકે છે. મેષ રાશિમાં મંગળ અને ચંદ્રમાની યુતિ ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી શકે છે.
ભાજપની કુંડળી મિથુન લગ્નની છે. હાલમાં ચંદ્રમામાં બુધની વિંશોત્તરી દશા 17 ફેબ્રુઆરી 2024થી 18 જુલાઈ 2025 સુધી છે. ગોચરમાં દ્વાદશ ગુરુ જનતાના અસીમ પ્રેમ આ પક્ષને મળશે. સૂર્ય ચૂંટણીના સમયે શુક્ર સાથે વૃષભમાં જનતાના સપોર્ટ ભાજપને મળી શકે છે. મંગળ આત્મબળના કારક ગ્રહ છે. શનિ ન્યાય અને કર્મના કારક ગ્રહ છે. શનિ અને મંગળ ધર્મ સંબંધિત જનતાના હૃદયમાં ભાજપે સ્થાન બનાવી લીધું છે. ધાર્મિક અને હિંદુત્વના કારક ગ્રહ ગુરુ પણ જનતાનો મોટો વર્ગ પાર્ટીને ફાયદો કરાવી શકે છે.
નરેન્દ્ર મોદીની કુંડળી વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક રાશિની છે. મંગળ અને ચંદ્રમા લગ્નમાં, રાહુ પંચમ, ગુરુ ચતુર્થ, શુક્ર અને શનિ દશમ તથા સૂર્ય, બુધ અને કેતુ એકાદશ ભાવમાં છે. લગ્નેશ મંગળ, ભાગ્યેશ ચંદ્રમા સાથે મેળ ખાય છે. ચંદ્રમાની મહાદશા આરંભ થવાથી સાથે નરેન્દ્ર મોદી રાજકારણમાં સૂર્યના માફક ચમકવાનો પ્રારંભ થશે. 1984માં શુક્રની દશામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા પદ પર જોડાયા.
સાતમી ઓક્ટોબર 2001માં બુધની અંતર્દશામાં ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા હતા. સૂર્યની દશામાં ફરી મુખ્ય પ્રધાન બન્યા. 2014થી 2020 સુધી ચંદ્રની મહાદશા સૌથી શ્રેષ્ઠ હતી. અત્યારના સમયમાં ચંદ્રમા પૂરા વિશ્વમાં મોદીને એક મોટા નેતાના રુપે સ્થાપિત કર્યા છે. ટૂંકમાં, હાલમાં મંગળની મહાદશા શાનદાર સફળતા અપાવી શકે. આ વખતે મોદી 2024થી પાંચ વર્ષ માટે મોદી વડા પ્રધાન બનશે અને પીએમ બન્યા પછી વધુ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવશે.