Happy World Photography: એક તસવીર હજારો શબ્દોની ખોટ પૂરે છે…
19 ઓગસ્ટના દિવસે દુનિયાભરના ફોટોગ્રાફીના રસિયાઓ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરે છે. વ્યક્તિના માફક તસવીરો પણ આજીવન લોકોના દિલો દિમાગ પર છવાયેલી રહે છે. તસવીરો મારફત લોકો પોતાના ભૂતકાળને યાદ રાખે છે અને સમજે છે. ફોટોગ્રાફીના મહત્ત્વને સમજાવવા માટે 19મી ઓગસ્ટના દિવસે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે. ફોટો યા તસવીરોનું તો દરેક વ્યક્તિના જીવનમાં વિશેષ મહત્ત્વ હોય છે, જેના સહારે ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે, જ્યારે વર્તમાનમાં જીવવાનો પણ આશરો છે.
દર વર્ષે ભારત સહિત દુનિયાભરના ફોટોગ્રાફર આજે ફોટોગ્રાફી ડે સેલિબ્રેશન કરે છે. એન એન્ટાયર ડે (AN ENTIRE DAY)ની થીમ છે, જે તમામ ફોટોગ્રાફરને સમર્પિત છે. આ જ ફોટોગ્રાફર દુનિયાને જીવંત રાખવાનું પણ કામ કરે છે. આજના દિવસે જાણીતા ફોટોગ્રાફરની તસવીરોને પણ પ્રદર્શિત કરવામાં આવે છે. એક તસવીર હજારો શબ્દોની ખોટ પૂરે છે, જ્યારે બીજા શબ્દોમાં કહીએ તો ફોટોગ્રાફી એક ક્ષણ, એક અનુભવ યા એક વિચારને કેદ કરવાની ક્ષમતા ધરાવે છે. દુનિયાની લોકપ્રિય અને ફેમસ તસવીરની આજે પણ બોલબાલા છે. અમેરિકાનો જાપાન પરના વિજય પછી ખુશ થયેલા આર્મીના જવાને નર્સને કિસ કરી હતી, જે તસવીરનું આજે પણ મહત્ત્વ અકબંધ છે. નેવીના જવાને નર્સને કરેલી કિસ અંગે જોરદાર વિવાદ થયો પણ અમેરિકામાં ન્યૂ યોર્ક, સાન ડિયાગો સહિત અનેક મહત્ત્વના સ્પોટ પર સ્ટેચ્યૂનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવે છે.
19 ઓગસ્ટના આ દેશમાં પ્રારંભ
વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની શરુઆત ક્યારથી થઈ હતો શરુઆત તો 1837માં ફ્રાન્સમાં થઈ હતી. ફ્રાન્સના લુઈસ ડોગર અને 19 ઓગસ્ટના દિવસે ફોટોગ્રાફી દિવસની ઉજવણીની શરુઆત કરી હતી, ત્યારથી દર વર્ષે સેલિબ્રેશન કરવામાં આવે છે. 19 ઓગસ્ટે ફ્રાન્સમાં સરકારે ડોગોરોટાઈપ પ્રક્રિયાથી શોધની જાહેરાત કરી હતી, ત્યારે ફોટોગ્રાફી દિવસને મનાવાય છે. ત્યારથી વર્લ્ડ ફોટોગ્રાફી ડેનું સેલિબ્રેશન કરવાનું ચલણ વધ્યું છે. એક જમાનામાં લોકો પાસે જમ્બો કેમેરા હતા, જ્યારે આજે સમય બદલાતા હવે લોકોના મોબાઈલમાં કેમેરા આવી ગયા છે. ટેલિફોન અને કેમેરાના યુગનો અંત આવી ગયો, જે બંને એકસાથે લોકોના હાથમાં આવી ગયો છે.
2010માં વર્લ્ડ ફોટોગ્રાફી ડે સેલિબ્રેશન
એક જમાનામાં બહુ ઓછા લોકોની પાસે કેમેરો હતો, ત્યારે તેનું મહત્ત્વ અલગ હતું. ભૂતકાળમાં કેમેરા અને કેમેરામેનનું વિશેષ મહત્ત્વ હતું. આમ છતાં વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની 19 ઓગસ્ટ 2010ના મનાવવામાં આવ્યો હતો, જે લોકો માટે યાદગાર રહ્યો હતો, કારણ કે પહેલી વખત વૈશ્વિક ઓનલાઈન ગેલેરીનું આયોજન કરવામાં આવ્યુ ંહતું. લગભગ 270થી વધુ ફોટોગ્રાફર્સે પોતાની તસવીરોને ઓનલાઈન રજૂ કરી હતી, જેમાં 100થી વધુ લોકોએ વેબસાઈટ પર તસવીરો જોઈ હતી, ત્યારથી ડિજિટલ પ્લેટફોર્મ મારફત ફોટોગ્રાફર પોતાની કલાને પ્રદર્શિત કરવાની પરંપરા પણ આજે પણ અકબંધ છે.
પહેલી સેલ્ફી કોની લીધી હતી
ફોટોગ્રાફીનું બીજા મહત્ત્વના પાસાની વાત કરીએ તો 1839માં પહેલી સેલ્ફી લેવામાં આવી હતી. અમેરિકાના રોબર્ટ કોર્નેલિયસે પહેલી સેલ્ફી લીધી હતી, જે તસવીર આજે પણ યુનાઈટેડ સ્ટેટ લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ પ્રિન્ટમાં ઉપ્લબ્ધ છે. આજે સેલ્ફી તો દરેકના મોબાઈલમાં ઘર કરી ગઈ છે. કોડકના એન્જિનિયર દ્વારા પહેલા ડિજિટલ કેમેરાની શોધ કર્યાના 20 વર્ષ પહેલા પહેલી ડિજિટલ ફોટો 1957માં લેવામાં આવી હતી. હવે દુનિયા બદલાઈ ગઈ છે. ડિજિટલ ફોટોગ્રાફીના વિસ્ફોટ સાથે કેમેરા જગત બદલાય ગયું છે. આજે એક સેકન્ડમાં ફોટો ક્લિક કરાય છે, પરંતુ રોબર્ટ કોર્નેલિયસ નામની વ્યક્તિે પોતાના પિતાની દુકાનની તસવીર લેવાનો પ્રયાસ કર્યો. ફોટો લીધા ત્રણ મિનિટ પછી પોર્ટેટ તસવીર બની હતી. જોકે, આજે બધું બદલાઈ ગયું હવે જેના મોબાઈલમાં કેમેરો છે જે એ ફોટોગ્રાફર બની જાય છે, પણ આજે આજના દિવસે એક સરસ મજાની ક્લિક કરીને આ દિવસનું સેલિબ્રેશન તો કરી શકાય.