હેલ્થ ટિપઃ ઠંડા પાણીમાં સ્વિમિંગના ફાયદા જાણી લો
જાન્યુઆરી પછી ફેબ્રુઆરી મહિનાના પંદર દિવસ પૂરા થઈ ગયા છે, હજુ દેશના અમુક શહેરોમાં ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું છે. બીજી બાજુ અમુક રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. મુંબઈ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં બેવડી ઋતુનો લોકોને પરિચય થઈ રહ્યો છે. તાજેતરમાં આરોગ્ય સંબંધિત એક સંશોધનમાં દાવો કર્યો છે કે ઠંડા પાણીથી ન્હાવાનો ફાયદો થાય છે.
ઠંડા પાણીથી ન્હાવાથી શરીરમાં ઈમ્યુનિટી સિસ્ટમમાં વધારો
ઠંડા પાણીમાં સ્વિમિંગ કરવાનું એક એડવેન્ચર સ્પોર્ટસ જ નહીં, પરંતુ શોખ પણ છે. એના સંબંધમાં આરોગ્ય નિષ્ણાતોએ મહત્ત્વનું સંશોધન કર્યું હતું. ઠંડા પાણીથી ન્હાવાથી શરીરમાં ઈમ્યુનિટી સિસ્ટમમાં વધારો થાય છે, જ્યારે તમામ પ્રકારની બીમારી સામે લડવાની ક્ષમતામાં પણ વધારો થાય છે.
વ્હાઈટ બ્લડ સેલ્સ (ડબ્લ્યુસી)ની સંખ્યામાં પણ વધારો થાય
હેલ્થ સંબંધિત જર્નલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઠંડા પાણીમાં ન્હાવાથી ઈમસ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે. એના સિવાય અમુક બાબતોમાં સાવધાની પણ રાખવાનું જરુરી રહે છે. ઠંડા પાણીમાં ન્હાવાથી ખાસ કરીને વ્હાઈટ બ્લડ સેલ્સ (ડબ્લ્યુસી)ની સંખ્યામાં પણ વધારો થાય છે. ઠંડા પાણીમાં સ્વિમિંગ કરવાથી વ્હાઈટ બ્લડ સેલ્સ એક્ટિવ થાય છે, જે ખાસ કરીને વાયરસ અને બેકટેરિયા સામે લડવામાં પણ મદદરુપ બને છે.
ઓક્સિજન અને પોષક તત્વોનો ફેલાવો પણ સારો થાય
અન્ય મહત્ત્વના મુદ્દાની વાત કરીએ તો ઠંડા પાણીમાં સ્વિમિંગ કરવાથી શરીર બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. બ્લ્ડ વેસેલ્સ સંકુચિત થઈને ફેલાય છે, જેનાથી બ્લડ સ્ક્યુલેશન સારુ રહે છે. શરીરના વિભિન્ન અંગો સુધી ઓક્સિજન અને પોષક તત્વોનો ફેલાવો પણ સારો થાય છે, તેનાથી ઈમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે. ઉપરાંત, ઠંડા પાણીમાં સ્વિમિંગ કરવાથી શરીરમાં ઓક્સિડેટિવ તનાવ પણ ઘટે છે અને સોજામાં પણ ઘટાડો કરે છે, તેનાથી ઈમ્યુન સિસ્ટમ પણ સારી રીતે કામ કરે છે. ઠંડા પાણીમાં સ્વિમિંગ કરવાથી કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોનને ઘટાડવાનું કામ કરે છે અને શરીરને શાંત કરે છે, તેનાથી ઈમ્યુન સિસ્ટમ પણ મજબૂત બને છે.
