દિવંગત રાકેશ ઝુનઝુનવાલાના પત્ની અચાનક કેમ ચર્ચામાં આવ્યા?
શેરબજારના નવાસવા ઈન્વેસ્ટર માટે રાકેશ ઝુનઝુનવાલું નામ નવું હશે પણ પીઢ રોકાણકારો માટે રાકેશનું નામ નવું નથી. હંમેશાં નવા નવા શેર ખરીદીને પોતાના પોર્ટ ફોલિયો મજબૂત બનાવનારા રાકેશ ઝુનઝુનવાલાનું નામ ધીમે ધીમે માર્કેટના લેજન્ડ બની ગયા હતા. રાકેશ ઝુનઝુનવાલાનું 14 ઓગસ્ટ 2022માં અચાનક નિધન થવાને કારણે ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ હતી. રાકેશ ઝુનઝુનવાલાનું સામ્રાજ્ય હતું. અચાનક નિધન થયા પછી પણ પરિવાર પાસે પાંચ અબજ ડોલરની સંપત્તિ હતી. ઝુનઝુનવાલાના પરિવારમાં તેમના પત્ની અને દીકરો-દીકરી છે. તાજેતરમાં પરિવારે દક્ષિણ મુંબઈમાં એક પ્રોપર્ટી ખરીદીને ચર્ચામાં આવ્યો હતો.
આ પ્રોપર્ટી ખરીદવા અંગે પરિવારના સભ્યોએ કહ્યું હતું કે આ પ્રોપર્ટીની ખરીદી લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ એસેટ્સ લાંબા સમયે પણ સારું વળતર આપશે. આ પ્રોપર્ટીને લીઝ પર પણ આપી શકાય છે.
હવે મૂળ વાત કરીએ તો રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાએ દક્ષિણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં 11.76 કરોડ રુપિયાનો એપોર્ટમેન્ટ ખરીદીને ચર્ચામાં આવ્યા હતા. આ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 1,666 વર્ગ ફૂટનો છે, જ્યારે અરબ સાગરથી એકદમ નજીક છે. બિલ્ડિંગનું નામ રોકસાઈડ એપાર્ટમેન્ટ છે. ઝુનઝુનવાલાએ સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશનનો ચાર્જ 59 લાખ રુપિયા ચૂકવ્યા હતા.
આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન પણ માર્ચ, 2024માં થયું હતું. આ એપાર્ટમેન્ટની સાથે કાર પાર્કિંગનો વિસ્તાર 376 વર્ગ ફૂટનો છે. વાલકેશ્વર મલબાર હિલ વિસ્તારમાં આવેલો સૌથી મોંધો પોશ વિસ્તાર છે. અહીં એ જણાવવાનું કે રેખા ઝુનઝુનવાલાએ નવેમ્બર 2023માં બીકેસીમાં સૌથી મોટી પ્રોપર્ટી ખરીદીની ચર્ચામાં આવ્યા હતા. રેખા ઝુનઝુનવાલાની ફર્મે (કિન્નટેસ્ટો એલએલપી)એ બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)માં 1.94 વર્ગ ફૂટની કમર્શિયલ ઓફિસની સ્પેસ ખરીદી હતી અને એનો સોદો 740 કરોડમાં રુપિયામાં થયો હતો.