February 24, 2026
એસ્ટ્રોલોજી

કુબેર દેવની કૃપાથી આ ૩ રાશિઓ પર થાય છે અપરંપાર ધનવર્ષા! જાણો તમારી રાશિ પણ છે ને?

Spread the love

જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન કુબેરને દેવતાઓના ખજાનચી અને ધનના અધિપતિ માનવામાં આવે છે અને એટલે જ લોકો ધનની પ્રાપ્તિ માટે કુબેર દેવની પ્રાર્થના કરે છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, દેવી લક્ષ્મી સૌભાગ્ય આપે છે, જ્યારે કુબેર દેવ તે સંપત્તિનું રક્ષણ અને તેમાં વૃદ્ધિ કરવાનું કામ પણ કરે છે. બ્રહ્માંડની તમામ સંપત્તિ પર કુબેર દેવનું નિયંત્રણ હોય છે. જોકે તેઓ દરેક ભક્ત પર દયા રાખે છે, પરંતુ જ્યોતિષીય ગણતરી મુજબ ત્રણ રાશિઓ એવી છે જેમના પર કુબેર દેવની વિશેષ કૃપા ઉતરે છે. આજે આપણે અહીં આ સ્ટોરીમાં જાણીશું કે આખરે એવી તે કઈ ત્રણ રાશિ છે કે જેમના પર ભગવાન કુબેરદેવની કૃપા વરસે છે…

તુલાઃ તુલા રાશિના જાતકો કુબેર દેવની સૌથી પ્રિય રાશિઓમાંની એક છે. આ રાશિના લોકો સંતુલિત અને અત્યંત મહેનતુ હોય છે. તેઓ જે લક્ષ્ય નક્કી કરે છે, તેને પ્રાપ્ત કરવા માટે દિવસ-રાત એક કરી દે છે. કુબેર દેવની કૃપાથી તેમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. તેમના જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓનો ક્યારેય અભાવ રહેતો નથી.

વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના સ્વામી ગ્રહોના સેનાપતિ મંગળ છે, જે સાહસ અને ઉર્જાનો કારક છે. આ રાશિના લોકો નિખાલસ અને પરિશ્રમી હોય છે. તેઓ દેખાડો કરવાને બદલે પાયાનું કામ કરવામાં માને છે. પરોપકારની ભાવના તેમનામાં કૂટી-કૂટીને ભરેલી હોય છે. કુબેર દેવ તેમની લગનથી પ્રસન્ન થઈને તેમને અઢળક સંપત્તિ પ્રદાન કરે છે. આ રાશિના જાતકો મોટાભાગે સુખ-સાહ્યબીમાં જીવન વિતાવે છે.

કર્કઃ કર્ક રાશિ પર કુબેર દેવની વિશેષ રહેમદૃષ્ટિ હોય છે. કર્ક રાશિના જાતકો અત્યંત બુદ્ધિશાળી અને સંવેદનશીલ હોય છે. તેઓ પોતાની બુદ્ધિનો ઉપયોગ લોકકલ્યાણ માટે કરે છે. તેઓ પૈસાનો સંગ્રહ કરવાને બદલે તેનો સદુપયોગ કરવામાં માને છે. કુબેર દેવના આશીર્વાદથી તેમને આકસ્મિક ધનલાભ થવાના યોગ વારંવાર બને છે. મુશ્કેલ સમયમાં પણ તેમને ક્યાંકને ક્યાંકથી આર્થિક મદદ મળી રહે છે.

ધનાધિપતિ કુબેર દેવને પ્રસન્ન કરવાના ઉપાયો જો તમારી રાશિ ઉપર મુજબની ન હોય, તો પણ તમે આ સરળ ઉપાયો દ્વારા કુબેર દેવના આશીર્વાદ મેળવી શકો છો. ઘરની ઉત્તર દિશાને કુબેર દેવની દિશા માનવામાં આવે છે, તેને હંમેશા સાફ-સુથરી અને ખાલી રાખવી. ઘરમાં કે તિજોરીમાં કુબેર યંત્રની સ્થાપના કરી તેની નિયમિત પૂજા કરવી. આ સિવાય તમે કુબેરદેવને પ્રસન્ન કરવા માટે ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય નમઃ મંત્રનો જાપ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!