July 1, 2025
ટોપ ન્યુઝ

કોલકાતા રેપ-મર્ડર કેસ સુપ્રીમ કોર્ટેમાં પહોંચ્યોઃ આજે સુનાવણી

Spread the love

આરોપીના પોલિગ્રાફ ટેસ્ટથી સત્યનો થશે પર્દાફાશ
કોલકાતાઃ કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે રેપ અને બળાત્કારના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો (સ્વયં નોંધ) લીધો છે, જ્યારે આ કેસની સુનાવણી 20મી ઓગસ્ટના આજથી શરુ થશે. આ કેસને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળ્યો છે, જ્યારે તેની તપાસ માટે સીબીઆઈ પણ કરશે ત્યારે આ કેસમાં સુપ્રીમ કોર્ટે આરજી કર મેડિકલ કોલેજ અને મર્ડર કેસ અંગે સ્વયં નોંધ લીધી છે. બીજી બાજુ  ટ્રેઈની ડોક્ટરના બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોયના સાયકોલોજિકલ ટેસ્ટ પછી તેનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. સીબીઆઈને શક છે કે આરોપી અમુક વાતો છુપાવે છે.
સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશની બેચ આ કેસની સુનાવણી હાથ ધરશે, જેમાં ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેચ આજે સુનાવણી હાથ ધરશે. આ કેસમાં કોલકાતા હાઈ કોર્ટે હોસ્પિટલના પ્રશાસન અંગે સવાલો કર્યા હતા.
હોસ્પિટલના ડોક્ટરની સાથે રેપ અને મર્ડરની ઘટના પછી કોલકાતા સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડોક્ટરના સંગઠન દ્વારા દેશવ્યાપી હડતાળ કરવામાં આવી હતી. એના સિવાય ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)એ પીએમ મોદીને ડોક્ટરની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો ઘડવાની માગ કરી હતી. હાલમાં આ કેસમાં સીબીઆઈ તપાસ કરી રહી છે, જ્યારે મુખ્ય શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.
દરમિયાન કોલકાતા પોલીસે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આસપાસ રવિવારથી 24 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે અન્વયે પાંચથી વધુ લોકોને એકત્ર થવા અને સભા-સરઘસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મહિલા ડોક્ટરની સાથે રેપ અને હત્યાના કિસ્સા પછી હોસ્પિટલ વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બની ગયો છે.
એક આદેશમાં જણાવાયું છે કે કોલકાતા પોલીસે હોસ્પિટલના આસપાસના પરિસરમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસ)ની કલમ 163 (2) લાગુ પાડી છે, જેમાં હોસ્પિટલના આસપાસના વિસ્તારથી લઈને શ્યામબાજાર ફાઈવ પોઈન્ટ ક્રોસિંગ સુધી પ્રોહિબિશન લાગુ રહેશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારાની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં પીડિતના માતાપિતા દ્વારા સ્થાનિક પોલીસ પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેમાં મમતા બેનરજીની સરકારને પણ શંકાના દાયરામાં લાવીને સવાલો કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!