તમારા બ્લડ ગ્રુપ પરથી જાણો તમને હાર્ટ એટેક આવવાના ચાન્સ કેટલા?
હાર્ટ એટેકના કિસ્સાઓમાં છેલ્લાં કેટલાય સમયથી વૃદ્ધિ જોવા મળી રહી છે અને એમાં પણ ખાસ કરીને કોરોના મહામારી બાદથી તો આ પ્રમાણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી ગયું છે. પણ જો કોઈ તમને કહે કે તમારા બ્લડ ગ્રુપ પણ એ વાતનો આધાર રહેલો છે કે તમને હાર્ટ એટેક આવવાની શક્યતા કેટલી છે તો શું તમારા માન્યામાં આ વાત આવે ખરી? ચાલો આજે તમને આ પાછળનું કારણ જણાવીએ…
અમુક બ્લડ ગ્રુપના લોકોને જોખમ
જી હા, આ હકીકત છે. સાંભળવામાં ભલે પહેલાં થોડું અશક્ય લાગે પણ આ હકીકત છે અને આ વાત હાલમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળી હતી. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં એવું જાણવા મળ્યું હતું કે અમુક ચોક્કસ બ્લડ ગ્રુપના લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ અન્ય બ્લડ ગ્રુપના લોકોની સરખામણી વધારે છે. આ ચોંકાવનારું સંશોધન અમેરિકન હાર્ટ એસસિયેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
અમુક ગ્રુપના લોકોમાં બ્લડ ક્લોટ થાય
રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે એ અને બી બ્લડ ગ્રુપના લોકોમાં બ્લડ કલોટ થવાની શક્યતા સૌથી વધુ હોય છે તો ઓ બ્લડ ગ્રુપના લોકોમાં આ જોખમ સાવ નજીવું હોય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બ્લડ ક્લોટને કારણે હાર્ટ એટેક અને હાર્ટ સંબંધિત અન્ય બીમારીઓ થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. એ અને બી બ્લડ ગ્રુપના લોકોને થ્રોમ્બોમ્બોલિક બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. વાત કરીએ ઓ બ્લડ ગ્રુપના લોકોની તો આ લોકોને હાયપરટેન્શનની સમસ્યા સતાવવાનું જોખમ લગભગ નહિવત્ હોય છે.
આ બે ગ્રુપના લોકો ખાસ તકેદારી રાખે
એ બ્લડ ગ્રુપના લોકોને હાર્ટ એટેક, સ્લીપ એપ્નિયા, એથેરોસ્ક્લેરોસિસ, હાયપરલિપિડીમિયા જેવી બીમારી થવાનું જોખમ વધી જાય છે. જ્યારે બી બ્લડ ગ્રુપના લોકોમાં ઓ બ્લડ ગ્રુપના લોકોની સરખામણીએ હાર્ટ એટેક આવવાનું જોખમ વધુ હોય છે, એવું આ સંશોધનમાં સંશોધકોને જાણવા મળ્યું હતું. સામાન્ય સંજોગોમાં પણ તમને કોઈ મુશ્કેલી જણાય તો ડોક્ટરના સંપર્ક કરવામાં વિલંબ કરવો જોઈએ નહીં.
