June 30, 2025
મની મેનેજમેન્ટ

એપ્રિલમાં એક-બે નહીં આટલા દિવસ હશે બેંકોમાં રજા…

Spread the love

એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આ મહિનામાં અલગ અલગ તહેવારો નિમિત્તે બેંકોમાં રજા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા એપ્રિલ મહિનામાં આવનારા બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવી છે.

જાહેર રજાના દિવસ દરમિયાન તમે તમારા જરુરી કામકાજઓનલાઈન કરી શકશો. દેશભરના અલગ અલગ રાજ્યોમાં જે તે વાર-તહેવારને કારણે બેંકોમાં રજા રહેશે તો પણ ખાતાધારકો ઓનલાઈન બેંકિંગની મદદથી જરૂરી કામ પૂરા કરી શકશે. નાગરિકોને બેંક હોલીડેની આ યાદી જોઈને જ તેમના બેંકિંગના કામ પૂરા કરવાની સલાહ આપવામાં આવે છે.

આ રજાઓની યાદી જોઈ લેશો તો એ પ્રમાણે તમને તમારા બેંકિંગ સંબંધિત કામ કરવામાં સરળતા રહેશે.

– પહેલી એપ્રિલના ક્લોઝિંગ યરને કારણે બેંકો બંધ રહેશે

– છઠ્ઠી એપ્રિલના બેંકોમાં રવિવારની રજા રહેશે

– 10મી એપ્રિલના મહાવીર જયંતી નિમિત્તે બેંકોમાં રજા રહેશે

– 12મી એપ્રિલના મહિનાના બીજા શનિવાર નિમિત્તે બેંકો બંધ હશે

– 13મી એપ્રિલના રવિવારની રજા રહેશે,જેને કારણે દેશમાં બેંકો રહેશે

– 14મી એપ્રિલના ડો.બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે પણ દેશભરની બેંકોમાં રજા રહેશે

– 15મી એપ્રિલના બોહાગ બિહુને કારણે અગરતલા, ગુવાહાટી, ઈટાનગર, કોલકતા અને શિમલામાં બેંકો બંધ રહેશે

– 16મી એપ્રિલના રોજ બોગાહ બિહુને કારણે ગુવાહાટીમાં બેંક હોલીડે રહેશે

– 18મી એપ્રિલના ગુડ ફ્રાઈડેના બેંકોમાં રજા રહેશે

– 20મી એપ્રિલના રવિવારે બેંકો બંધ રહેશે

– 21મી એપ્રિલના રોજ ગરિયા પૂજાના મોકા પર અગરતલામાં બેંકો બંધ રહેશે

– 26મી એપ્રિલના મહિનાના ચોથા શનિવાર નિમિત્તે બેંકોમાં રજા રહેશે

– 27મી એપ્રિલના રવિવારને કારણે બેંકમાં રજા રહેશે

– 29મી એપ્રિલના ભગવાન પરશુરામ જયંતી નિમિત્તે બેંકોમાં રજા રહેશે

– 30મી એપ્રિલના બસવ જયંતી અને અક્ષય તૃતિયા નિમિત્તે બેંક હોલીડે જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!