FD કે NSC? બંનેમાંથી ક્યાં રોકાણ કરીને મળશે સારું વળતર, જાણો આખું ગણિત…
જો તમે પણ કોઈ એવી સ્કીમ શોધો છો કે જ્યાં તમને વળતર પણ સારું મળે અને ટેક્સમાંથી પણ છૂટ મળે તો Post Officeની વિવિધ સ્કીમમાં તમને આ Double Benefit મળી શકે છે.
Bankની જેમ જ Post Officeમાં પણ અલગ અલગ સ્કીમ ચલાવવામાં આવે છે, જેમાં તમને સારો એવો ફાયદો મળી રહે છે. જો તમને પણ તમારા રોકાણ પર સારું એવું વળતર, ટેક્સમાં રાહત જોઈતી હોય તો તમે પણ Post Officeમાં પાંચ વર્ષ માટે FD કરાવી શકો છો અને એને પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે.
પોસ્ટ ઓફિસમાં FD કરાવવા સિવાય તમે પોસ્ટની જ National Saving Certificateમાં પણ રોકાણ કરીને સારો નફો મેળવી શકો છો. હાલમાં પોસ્ટમાં 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે જ્યારે NSCમાં હાલમાં 7.7 ટકા હિસાબે વ્યાજ આપવામાં આવે છે. ચાલો તમને Example આપીને સમજાવીએ કે બંનેમાંથી કયો ઓપ્શન ફાયદે કા સોદા સાબિત થઈ શકે એમ છે એ…
ઉદાહરણ તરીકે જો તમે પોસ્ટમાં 2,00,000 રૂપિયાની FD કરો છો તો તમને એના પર 7.5 ટકા હિસાબે વ્યાજ ચૂકવવામાં આવે છે. એ હિસાબે તમને 89,990 રૂપિયાનું વ્યાજ આપવામાં આવે છે. એટલે તમને 2,88,990 રૂપિયા પાછા મળે છે.
જ્યારે તમે આટલી જ રકમ NSCમાં ઇન્વેસ્ટ કરો છો તો તમને આ 2,00,000 રૂપિયા પર 7.7 ટકા વ્યાજના હિસાબે 89,807 રૂપિયાનું વ્યાજ ચૂકવવામાં આવશે એટલે તમને છેલ્લે 2,89,807 રૂપિયા પાછા મળશે.
આઈ નો હવે તમને થશે કે અહીંયા ગણતરી કરવામાં કંઈ લોચા માર્યા છે, કારણ કે FDમાં રેટ ઓફ ઈન્ટ્રસ્ટ ઓછો હોવા છતાં પણ વળતર વધુ મળતું હતું, જ્યારે NSCમાં વ્યાજની ટકાવારી વધુ હોવા છતાં પણ વળતર ઓછું છે, બરાબર ને? પણ ભાઈસાબ એવું કશું જ નથી. અમે જે ગણતરી તમને દેખાડી છે એ એકદમ પરફેક્ટ છે. આવું થવાનું કારણ એવું છે કે FDમાં વ્યાજની ગણતરી દર ત્રણ મહિનાના હિસાબે કરવામાં આવે છે અને NSCમાં વ્યાજની ગણતરી વાર્ષિક હિસાબે કરવામાં આવે છે.
હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે તમારે તમારા પરસેવાની કમાણીને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની છે જેથી તમને વધુમાં વધુ ફાયદો થાય…