Kareena Kapoorએ કર્યું કંઈક એવું કે Kiara Advaniએ કહ્યું How Dare You…
બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને આ જ ચક્કરમાં તેણે કંઈક એવું કરી દીધું હતું કે જે જોઈને કિયારા અડવાણી (Kiara Advani)થી રહેવાયું નહીં અને તેણે કરિનાને સોશિયલ મીડિયા પર જ કમેન્ટ સેકશનમાં રોકડું પરખાવી દીધું હતું. કરિનાની પોસ્ટ પર કિયારાની કમેન્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે આવો જોઈએ આખરે કરિનાએ એવું તે શું કર્યું કે કિયારાએ આવી કમેન્ટ કરી…
વાત જાણે એમ છે કે શનિવારે કરિનાએ એક ચેરિટી ઈવેન્ટ પર ટ્રેડિશનલ એથનિક લૂકથી ફેન્સને મોહી લીધા હતા અને આ જ લૂકના ફોટો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. આ આઉટફિટ્સમાં કરિના એટલી સુંદર લાગી રહી છે કે તેના ફેન્સ પળભર માટે પણ તેના પરથી નજર હટાવી શક્યા નહોતા. ફેન્સ તેની સુંદરતા અને ફેશન સેન્સના વખાણ કરી રહ્યા છે અને કમેન્ટસ કરીને તેના પર વ્હાલ વરસાવી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે કિયારા અડવાણીએ કરેલી કમેન્ટે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
કિયારા અડવાણીએ એકદમ અલગ જ અંદાજમાં બેબોના વખાણ કર્યા છે અને આવી પરિસ્થિતિમાં તેની કમેન્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. કિયારાએ કમેન્ટમાં લખ્યું છે કે હાઉ ડેર યુ?? હકીકતમાં કિયારાએ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના કરિનાના ડાયલોગને જ રિપીટ કરીને કરીનાના વખાણ કર્યા છે. પરંતુ બેબોના ફેન્સ આ ડાયલોગ પૂરો કરતાં ફેન્સે આગળ લખ્યું હતું કે તારો કોઈ જ હક્ક નથી કે તું આટલી સુંદર દેખાય…
વાત કરીએ બેબોના નવા લૂકની તો તે ઓફ વ્હાઈટ કલરના એથનિક સુટમાં એકદમ રોયલ લાગી રહી છે. આ સાથે તેણે એકદમ મિનિમલ મેકઅપ ન્યૂડ શિમર લિપ્સ અને સ્મોકી આઇ મેકઅપ સાથે આ લુક કમપ્લિટ કર્યો છે.
આ સાથે જ એસેસરીઝમાં તેણે ભારે હીરા-નીલમની ઇયરિંગ્સની સાથે હેરસ્ટાઇલમાં બન બનાવ્યો છે. કરિનાના આ સૂટની કિંમત 91,000 રૂપિયા હોવાના દાવા કરતાં અહેવાલો પણ સામે આવી રહ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં કરિના રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ફિલ્મ ‘સિંઘમ અગેન’ને કારણે લાઈમ લાઈટમાં છે. જ્યારે કિયારાના ‘ગેમ ચેન્જર’ અને ‘વોર 2’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.