December 21, 2025
ઈન્ટરનેશનલ

કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થયા પછી પ્લેનના અંદરના સીસીટીવી ફૂટેજ વાઈરલ, 38 જણનાં થયા હતા મોત

Spread the love

કઝાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત અજરબૈજાન એરલાઈન્સના વિમાનમાં સવાર 62 પ્રવાસી અને પાંચ ક્રૂ સહિત કૂલ સભ્યોમાંથી 38 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાંથી બચેલા અને ઘાયલ 29 સભ્યોમાંથી એક જીવતા પ્રવાસીએ વિમાનની અંદરનો વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં એ વ્યક્તિને કાટમાળમાંથી બહાર લાવવાની કોશિશ કરવામાં આવી હતી અને તેની આસપાસ લોકો ઘાયલ હાલતમાં જોવા મળ્યા હતા.
આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની વાતને સમર્થન આપતા અજરબૈજાન એરલાઈન્સે જણાવ્યું હતું કે એમ્બ્રેયર 190 વિમાન શહેરથી ત્રણ કિલોમીટરના અંતરે ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડયું હતું, પરંતુ પછી ખબર પડી હતી કે વિમાનને અકસ્માત નડયો હતો. અજરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ જે2-8243 તેના નિર્ધારિત રુટથી સેંકડો માઈલના અંતરે ઉડાન ર્યા પછી કેસ્પિયન સીથી વિપરીત કિનારા પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.


અકસ્માતનું એક વીડિયો ફૂટેજમાં જોવા મળ્યું હતું કે દરિયાઈ તટ પર ટકારાયા પૂર્વે ઝડપથી નીચે પટકાયું હતું. ત્યારબાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને હવામાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો. એ વખતે વિમાનના બે ટુકડા થયા પછી એક હિસ્સો ઘસાયેલો જોવા મળ્યો હતો, જેમાં તમામ પ્રવાસી ઘાયલ થયા હતા.
એરલાઈન્સે જણાવ્યું હતું કે એમ્બ્રેયર 190 જેટ બાકુથી દક્ષિણ રશિયાના ચેચન્યાની રાજધાની ગ્રોજની રવાના થયું હતું. જોકે, ઈમર્જન્સી સ્થિતિને કારણે વિમાનને કઝાકિસ્તાનના અક્તાઉથી લગભગ ત્રણ કિલોમીટર (1.8 માઈલ) દૂર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. દરિયાઈ કિનારા પર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા પૂર્વે અક્તાઉ એરપોર્ટની નજીક ચક્કર લગાવ્યું હતું.


આ અકસ્માત અંગે કંપનીએ કહ્યું હતું કે ઈમર્જન્સીની સ્થિતિમાં પક્ષી ટકરાવવાને કારણે અકસ્માત થયો હોઈ શકે છે. અજરબૈજાન એરલાઈન્સે તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી બાકુથી રશિયાના ચેચેન્યા સુધીની તમામ ફ્લાઈટ્સને સસ્પેન્ડ કરવામાં આવી છે. અધિકારીઓએ હજુ સુધી વિમાન દરિયાને પાર કરવાનું કારણ જાણી શક્યા નથી. દુર્ઘટના દક્ષિણ રશિયાના ટાર્ગેટ કરનારા ડ્રોન હુમલા પછી કરવામાં આવ્યો હતો. જોકે, એના પહેલા પણ ડ્રોન ગતિવિધિને કારણે અહીંના વિસ્તારમાં તમામ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!