July 1, 2025
બિઝનેસરમત ગમત

આઈપીએલમાં હાર્યા પછી કાવ્યા મારનના પિતાને દિલ્હી હાઈ કોર્ટે આપ્યો ઝટકો

Spread the love

હૈદરાબાદઃ આઈપીએલ (IPL 2024)ની આ સિઝનમાં સૌથી વધુ લાઈમલાઈટમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ રહી. સર્વોચ્ચ રનના રેકોર્ડ હોય કે ટીમના બેટરના સ્ટ્રઈક રનરેટ, પાવરપ્લેમાં પાવરફૂલ સ્કોર સહિત અન્ય રેકોર્ડને કારણે ટીમ સૌથી વધુ ચર્ચામાં રહી. ટીમની સાથે ટીમની માલિક કાવ્યા મારનની દરેક બાબતની નોંધ લેવાતી હતી. છેલ્લી ટીમને મળેલા પરાજયમાં કાવ્યા મારનના વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયા પછી કાવ્યા માટે વધુ એક આઘાતજનક સમાચાર મળ્યા છે.
દીકરીની ટીમ હૈદરાબાદની કોલકાતા સામે હાર થઈ હતી, ત્યાર બાદ તેના પિતાને કરોડો રુપિયાનો ફટકો પડ્યો છે. દિલ્હી હાઈ કોર્ટે સ્પાઈસ જેટના પક્ષમાં ચુકાદો આપતા કેએએલ એરવેઝના માલિક કલાનિધિ મારનને 450 કરોડ રુપિયા રિફંડ કરવાનો આદેશ આપ્યો છે.
દિલ્હી હાઈ કોર્ટે એ આદેશને રદ્દ કર્યો હતો, જેમાં મીડિયા જાયન્ટ કલાનિધિ મારન (કાવ્યા મારનના પિતા)ને 579 કરોડ રુપિયા વ્યાજ સાથે પાછા આપવાના સ્પાઈસ જેટ અને તેના પ્રમોટર અજય સિંહને આપવાનો નિર્દેશ કર્યો હતો. હાઈ કોર્ટના આદેશ પછી એરલાઈનના પૂર્વ પ્રમોટર કલાનિધિ મારન અને એની પેરન્ટ કંપની કેએએલ એરવેઝને આપવામાં આવેા 730 કરોડ રુપિયામાંથી 450 કરોડ રુપિયા પાછા માગશે.
દિલ્હી હાઈ કોર્ટે 17 મેનો ઓર્ડર રદ કર્યો હતો, જેમાં મીડિયા જાયન્ટ કલાનિધિ મારનને 579 કરોડ વ્યાજ સાથે પાછા આપવાનો આદેશ કર્યો હતો, જે પૈસા સ્પાઈસ જેટ અને તેના પ્રમોટર અજય સિંહનો સમાવેશ થાય છે.
કોર્ટે કહ્યું કે 31 જુલાઈ, 2023ના આદેશને પડકારતી સિંહ અને સ્પાઈસ જેટની અરજીનો સ્વીકાર કરવામાં આવે છે તેમ જ મધ્યસ્થ નિર્ણયને પડકારતી અરજીઓને નવેસરથી વિચાર કરવા સંબંધમાં કોર્ટમાં ફરી મોકલવામાં આવ્યા છે.
આ નિર્ણય પછી એરલાઈને શેરબજારને જણાવ્યું હતું કે કલાનિધિ મારન અને કેએએલ એરવેઝને ચૂકવવામાં આવેલા 730 કરોડમાંથી 450 કરોડ રુપિયા રિફંડ માંગશે. એરલાઈને કહ્યું હતું કે સ્પાઈસ જેટે કલાનિધિ મારન અને કેએએલ એરવેઝને કૂલ 730 કરોડ રુપિયા ચૂકવ્યા છે, જેમાં મૂળ રકમ 580 કરોડ રુપિયા અને વ્યાજના 150 કરોડનો સમાવેશ થાય છે. વિવાદાસ્પદ આદેશ રદ્દ કરવાની સાથે સ્પાઈસજેટને 450 કરોડ રુપિયા પાછા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!