કારગિલ વિજય દિવસ સ્પેશિયલઃ ઓલ ઈન્ડિયા રેડિયોની ડાયરેક્ટરની વાત જેના કહેવાથી…
નવી દિલ્હી-લેહઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કારગિલ જશે અને આજના દિવસે 26 જુલાઈ 1999માં દેશના માટે પોતાના સર્વોચ્ચ બલિદાન આપનારા વીર જવાનોને પીએમ મોદી શ્રદ્ધાંજલિ આપશે. એની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી શિંકુન લા ટનલ પ્રોજેક્ટ માટે વર્ય્યુઅલી પહેલો બ્લાસ્ટ પણ કરશે. 15,800 ફૂટ ઊંચે નિમુ-પદુમ-દારચા રોડ ખાતે નિર્માણ થનારી ટવિન ટ્યુબ ટનલ શિંકુન લા ટનલ 4.1 કિલોમીટર લાંબી હશે, જ્યારે આ ટનલ તૈયાર થયા પછી આર્મીને પોતાની છાવણી સુધી હથિયારો પહોંચાડવામાં વધુ મદદ મળશે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પચીસમા કારગિલ દિવસે કારગિલ યુદ્ધ સ્મારક જશે અને દેશ માટે બલિદાન આપનારા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.

આજના વિજય અને બલિદાનના દિવસ દરમિયાન ભારતે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની આર્મીના દાંત ખાટા કરી નાખ્યા હતા, પણ જ્વલંત વિજય પણ મેળવ્યો હતો, જેમાં સરકારની સાથે સૈન્યના જવાનો અને પડદા પાછળના અનેક લોકોનું મોટું યોગદાન રહ્યું હતું. આ પૈકી વાત કરીએ ઓલ ઈન્ડિયા રેડિયોની એ ડાયરેક્ટર-એનાઉન્સર વાત કે જેના આહ્વાનથી 900 જેટલા લોકોની સિક્રેટ ફોર્સ તૈયાર કરી શક્યા હતા. મહિલા ડાયરેક્ટર-એનાઉન્સરે લેહના યુવાનોની સાથે પોતાના ખૂદના બાળકોને પણ આર્મીમાં મોકલવાનો નિર્ણય લીધો હતો અને એ સિક્રેટ આર્મીને કારણે મિશન પણ કમ્પલીટ કરવામાં મદદ મળી હતી.
વિગતે વાત કરીએ કારગિલ યુદ્ધમાં ભારતીય જવાનો મા-ભોમની રક્ષા કરીને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું. પાકિસ્તાનની નાપાક હરકતોને નિષ્ફળ બનાવીને કારગિલ યુદ્ધ જીતી લીધું હતું આજે પચીસ વર્ષે એ યુદ્ધને યાદ કરીને સૌનું મસ્તક એ ભૂમિને સલામી કરે છે અને એ બલિદાન આપનારાને સેલ્યુટ કરે છે. સૈન્યોના બલિદાન સિવાય એક હીરો મહિલા હતી જેનો ઉલ્લેખ ઓછો કરવામાં આવ્યો છે અને એ સાહસી મહિલા હતી સેરિંગ એન્ગમો સુનુ. આ સાહસિક મહિલા ઓલ ઈન્ડિયા રેડિયોની ડાયરેક્ટરનું યોગદાન અમૂલ્ય હતું.
કારગિલ યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાનની આર્મી ઊંચાઈ પર હતું અને નિરંતર બોમ્બમારો કરતું હતું, ત્યારે એ વખતે આર્મી પાસે કઈ રીતે શસ્ત્રો પહોંચતા રહ્યા એ વિચારવા જેવી બાબત હતી. કારગિલ સેક્ટરમાં ઓલ ઈન્ડિયા રેડિયોનું એક સ્ટેશન હતું. આ સ્ટેશનની મહિલા ડાયરેક્ટર હતા સેરિંગ એન્ગમો શુમુ. શેરિંગ એ યુદ્ધના દિવસોમાં પોતાની જવાબદારી અદા કરી હતી. એક તો સાચી માહિતી પૂરી પાડવાની સાથે આર્મીને ફૂડ અને હથિયારનો પુરવઠો રેગ્યુલર પૂરો પાડવાનો હતો. એ વખતે એટલા બધા સંસાધનો નહોતા. એ વખતે આ ઓલ ઈન્ડિયા રેડિયોની ડાયરેક્ટરે સ્થાનિકોના માતાપિતાની અપીલ કરી કે પોતાના બાળકોને દેશસેવા માટે મોકલે. તેમનો ઉદ્દેશ બાળકો લશ્કરની મદદ કરવાની સાથે યોગ્ય સમયે હથિયાર અને ફૂડ પહોંચાડવાનો હતો.
સેરિંગની અપીલને કારણે લેહના બાળકોની સાથે પોતાના બાળકોને મોકલવાનો નિર્ણય લીધો હતો. સેરિંગે પણ દલીલ કરી હતી કે જો મારા બાળકો લશ્કરની મદદ નહીં કરે તો બીજાના બાળકો શું કામ મદદ કરે, તેથી મેં મારા બાળકોને પણ મોકલ્યા હતા. આ જુસ્સાને કારણે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો કારગિલ યુદ્ધમાં જોડાયા હતા. આ લોકોને ક્યારેય કોઈ સન્માન યા એવોર્ડ મળ્યો નથી, પણ કહેવાય છે કે તેઓ પણ હીરો હતા અને સક્રિય ભૂમિકા નિભાવી હતી.
પાકિસ્તાનના ગોળીબાર વચ્ચે પણ સેરિંગ કામકાજ કરતી રહી હતી અને પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ સૈન્યની મદદ કરતી રહી હતી. સેરિંગની અપીલને કારણે બે અઠવાડિયામાં 900થી વધુ જવાન કોઈ પણ ભોગે દેશ સેવા માટે તૈયાર થયા હતા. આ યુવાનોની કામગીરી જરુરી સામાન સહિત હથિયારો તેમ જ ઈજાગ્રસ્ત જવાનોને પણ લઈ જવાનું કામ કરતા હતા. આ જ સેરિંગે પોતાની જવાબદારી નિભાવતા પાકિસ્તાનના ષડયંત્રનો પણ પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાનના દાવાઓને ફગાવીને પણ રોજ સાંજે રેગ્યુલર બુલેટિન આપીને હકીકત દેશ-દુનિયા સુધી ફેલાવતા હતા. સેરિંગના આ રેડિયો સ્ટેશનનું વાસ્તવમાં કારગિલ યુદ્ધમાં મોટું યોગદાન હતું તો આજના દિવસે Tsering Angmo Shunuને એક સલામ ચોક્કસ કરીએ. જયહિંદ.
