December 21, 2025
ટોપ ન્યુઝ

Sunday Special: કારગિલ વિજય દિવસની એક અજાણી વાત, જો એર ફોર્સે મદદ કરી ના હોત તો…

Spread the love


26 વર્ષ પછી ખુલ્યું રહસ્ય – જ્યારે ભારતીય આર્મી અને એરફોર્સના ટોચના જનરલો એકબીજાની આમનેસામને હતા

કારગિલ લડાઈ ભારતીય સેના માટે ઐતિહાસિક હતી, જે ભારતીય સેનાના અદમ્ય સાહસ અને લશ્કરી રણનીતિનું શાનદાર પરિણામ હતું. આ લડાઈ વખતે એક એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી કે આર્મી સાથે એરફોર્સની પણ મદદ લેવામાં આવે કે નહીં. કારગિલ લડાઈમાં ભારતના વિજયને લગભગ 26 વર્ષ પસાર થઈ ગયા, પરંતુ કારગિલને સર કરવામાં આર્મીને એર ફોર્સની મદદ માટે રીતસરના અપીલ કરવી પડી હતી. આ મદદને આડે રાજકીય, સંરક્ષણ સહિત અનેક પ્રકારના અવરોધોએ પણ ભાગ ભજવ્યો હતો અને સમયસર મદદ મળી ના હોત તો ભારતને કેટલો મોટો ફટકો પડ્યો હોત એ પણ વિગતવાર જાણીએ.

એર ફોર્સને મેદાનમાં ઉતારવા અસમંજસ
પાકિસ્તાનની આર્મી અને ઘૂસણખોરો છેક કારગિલ નજીક ડેરા બાંધીને બેઠા હતા અને કબજે કરવાની મેલી મુરાદ બનાવી હતી. ભારતના નાક નીચેથી કારગિલને છીનવી લેવાની પાકિસ્તાનની મુરાદ પર ભારતે પણ પાણી ફેરવ્યું હતું. પણ લડાઈમાં પણ સેનાપક્ષે વિરોધાભાસ જોવા મળ્યા હતા. કારગિલની લડાઈમાં એક તબક્કે એવો સમય આવ્યો કે બે ભારતીય જનરલ આમનેસામને આવી ગયા હતા અને મુદ્દો હતો કે કારગિલ યુદ્ધમાં એરફોર્સને મેદાનમાં ઉતારવી કે નહીં. બીજી બાજુ મિયા મુશર્રફની આર્મી હતી, જે પાકિસ્તાન સરકારના અંકુશ બહાર નીકળી ગઈ હતી. કારગિલ યુદ્ધમાં ભારતયી સેનાના પ્રમુખ રહી ચૂકેલા વેદ પ્રકાશ મલિક ઈચ્છતા હતા કે એરફોર્સને મેદાનમાં લાવવામાં આવે, જ્યારે બીજી બાજુ વાયુ સેનાના પ્રમુખ રહેલા અનિલ યશવંત ટિપનિસે એ બાબતને વધુ મહત્ત્વ આપી રહ્યા નહોતા. એનાથી વિપરીત તત્કાલીન વાઈસ ચીફ ઓફ એરસ્ટાફ ચંદ્રશેખરે કારગિલમાં એરફોર્સને મોકલવાની તૈયારી કરી હતી.

સેનાના બંને જનરલ આમનેસામને હતા
જનરલ વીપી મલિકે એક બેઠકમાં સ્પષ્ટ કર્યું હતું કે કારગિલ અને લદ્દાખ લડી રહેલી ભારતીય આર્મી સાથે એરફોર્સની મદદ લેવાનું જરુરી છે. આના માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની સમક્ષ તમારો વિરોધ (અનિલ યશવંત ટિપનિસ)નો વિરોધ કરીશ. એના પછી સીસીએસ તો વિદેશ મંત્રી જસવંત સિંહ એર ફોર્સના ઉપયોગ કરવાના વિરોધમાં ઊભા રહ્યા હતા. જોકે, એના પછી એર ફોર્સને કારગિલમાં ઉતારવા મુદ્દે સહમતિ સાધવામાં આવી હતી.

મુશર્રફે તો મિસાઈલ એટેકની ધમકી આપી
કારગિલ યુદ્ધમાં એર ફોર્સનો કેટલો ઉપયોગ થયો એના અંગે તત્કાલીન સેનાપ્રમુખ જનરલ વીપી મલિકે પોતાના પુસ્તક ફ્રોમ સરપ્રાઈઝ ટૂ વિક્ટરીમાં કહ્યું છે કે કારગિલમાં એર ફોર્સને મોકલવા મુદ્દે રાજકીય નેતૃત્વને રાજી કરવાનું સરળ નહોતું. એક સમય તો એવો આવ્યો કે જ્યારે એર ફોર્સના ચીફ અને આર્મીના ચીફ વચ્ચે સહમતિ સાધી શકાઈ નહોતી. આ મુદ્દે ક્યારેક વિદેશ મંત્રાલય તો સંરક્ષણ મંત્રાલય પણ અવરોધરુપ બનતું હતું. મુશર્રફને પણ ખબર હતી કે એરફોર્સનો ઉપયોગ ભારત કરશે, તેથી મિસાઈલ એટેક કરવાની પણ ધમકી આપી હતી. પરવેઝ મુશર્રફે કારગિલ યુદ્ધ માટે ઓપરેશન બદર શરુ કર્યું હતું, પરંતુ એની ના તો આર્મી, એરફોર્સ અને મંત્રી કે સહયોગીઓને.

ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રેક-ટૂ ડાયલોગ ખતમ
18 મે 1999માં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની બેઠક ચાલુ હતી ત્યારે તત્કાલીન વાઈસ ચીફ ઓફ એરસ્ટાફ ચંદ્રશેખરે જનરલ વીપી મલિકે મદદ કરવાની બાબતને સમર્થન આપ્યું હતું. આ સંજોગોમાં આર્મીને એરફોર્સે મદદ કરવાનું જરુરી છે. સીસીએસે એમના પ્રસ્તાવને નકારી દીધો હતો અને કારણ હતું કે એનાથી સ્થિતિ વધુ બગડી શકે છે. એર ફોર્સની એન્ટ્રીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રેક-ટૂ ડાયલોગની સંભાવના ખતમ થઈ જશે.

એક નાની ભૂલથી યુદ્ધનું નિર્માણ થાય તો જોખમ કોણ લે
સેનાપ્રમુખ મલિકે કહ્યું કે ચંદ્રશેખરે મને વિશ્વાસ અપાવ્યો હતો કે કારગિલમાં એર ફોર્સની જરુરિયાત છે. એર ફોર્સ અને નેવીના મામલે ભારત પાકિસ્તાન પર ભારી છે. બેઠકમાં વિવિધ તર્ક-વિતર્ક ચાલતા રહ્યા પણ અમને ફાઈટર પ્લેનથી એટેકની મંજૂરી મળી નહીં અને સીસીએસ પોતાની વાત પર મક્કમ રહી હતી અને તર્ક એક જ હતો કે આપણી એક નાની ભૂલ યુદ્ધનું નિર્માણ થઈ શકે છે. આ સંજોગોમાં ભારત ઈન્ટરનેશનલ સ્તરે શું જવાબ આપે.

સહમતી સાધ્યા પછી એરફોર્સપ્રમુખે કહ્યું ફરી વિચાર કરી લેજો
એક બેઠક પછી ફરી બીજી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં નૌકાદળના પ્રમુખ સુશીલ કુમાર પણ સામેલ થયા હતા અને એમને એર ફોર્સના ઉપયોગ કરવાની વાતને સમર્થન આપ્યું. આમ છતાં એ વખતે પણ એર ફોર્સના પ્રમુખ અનિલ યશવંત ટિપનિસ એ વખતે પણ ઝૂકવા માટે તૈયાર નહોતા અને એમની વાતમાં પણ દમ હતો કે વધુ ઊંચાઈ પર હેલિકોપ્ટરને લઈ જવાનું જોખમ છે. એર ફોર્સના એર એટેકની કેપેસિટી અંગે જણાવ્યું અને લખ્યું કે ફરી એક વખત વિચારી લેજો.

પહેલા તો એલઓસી પરથી ઘૂસણખોરોને હટાવવાનું શરુ કર્યું
જનરલ મલિકે જવાબ આપ્યો હતો કે કારગિલ અને લદ્દાખમાં લડી રહેલી ભારતીય આર્મીને એરફોર્સની મદદની જરુરિયાત છે. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ) બેઠક થઈ હતી અને એ વખતે એનએસએ બ્રજેશ મિશ્ર, રો-આઈબી, આર્મી ઈન્ટિલિજન્સ અને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કારગિલમાં એર ફોર્સને મોકલવા અંગે સહમતિ સાધવામાં આવ્યા પછી જસવંત સિંહે કહ્યું કે કારગિલમાં એર ફોર્સ આવશે તો સ્થિતિ વધુ વકરશે અને એ વાતને લઈ મક્કમ રહ્યા અને છેલ્લે નિર્ણય લેવાયો કે પહેલા એલઓસી પરથી ઘૂસણખોરોને હટાવો અને ધ્યાન રહે કે આઈબી એલઓસી પાર કરે નહીં.

મેદાનમાં એરફોર્સ આવ્યું ને પાકિસ્તાન આર્મીએ ભાગવું પડ્યું
24 મેના રાજકીય મંજૂરી મળ્યા પછી એરફોર્સ કારગિલ પહોંચી. એમઆઈ-35 હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે ઉડી શક્યા નહીં. બે દિવસ પછી એમઆઈ-17 તોડી પાડવામાં આવ્યું અને એના પછી બે મિગ તોડી પાડ્યાં અને એર ફોર્સને ચિંતા થવા લાગી કે એર ફોર્સને કારગિલને મોકલવાનો નિર્ણય ખોટો તો નહોતો. વધુ તપાસ કરી તો ખબર પડી કે ફાઈટર જેટ નિર્ધારિત ટાર્ગેટ યોગ્ય રીતે એટેક કરી શકતા નથી એના પછી એર ફોર્સે બેવડી ઝડપથી 250-1000 કિલોગ્રામ સુધીના બોમ્બથી સ્ટ્રાઈક કરી, જેથી પાકિસ્તાનની આર્મીએ ભાગવું પડ્યું. ભારતીય આર્મીએ આ ઓપરેશનને ઓપરેશન વિજય નામ આપ્યું, જ્યારે એર ફોર્સે સફેદ સાગર નામ આપ્યું અને નૌકાદળ માટે ઓપરેશન તલવાર. ભારતનો તો વિજય થયો, પરંતુ અનેક વર્ષો પછી નવાજ શરીફે એ વાત સ્વીકારી હતી કે તેમણે પરવેઝ મુશર્રફની આર્મીને સોંપીને સૌથી મોટી ભૂલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!