July 1, 2025
ટોપ ન્યુઝનેશનલ

કંગના થપ્પડકાંડઃ સીઆઈએસએફની મહિલા સામે કાર્યવાહી, ગુનો નોંધ્યો

Spread the love

ચંદીગઢઃ મંડી લોકસભાની સીટ પરથી ચૂંટણી જીતીને કંગના રનૌત દિલ્હી પરત ફરી રહી હતી ત્યારે ચંદીગઢ એરપોર્ટ પર ધમાલ થઈ હતી. સિક્યોરિટી ચેક કરનારી સીઆઈએસએફની મહિલા જવાન કુલવિંદર કૌરે કંગનાને થપ્પડ મારી દીધી હતી. કંગનાની ફરિયાદ પછી સીઆઈએસએફે આરોપી મહિલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી એફઆઈઆર પણ કરવામાં આવી છે. આ મુદ્દે સીઆઈએસએફે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો પણ આદેશ આપ્યો હતો. કંગનાને મહિલા કોન્સ્ટેબલે લાફો મારી દેવાની ઘટનામાં બોલીવુડના કલાકારોએ પણ આ ઘટનાને વખોડી નાખી હતી, જ્યારે પંજાબમાંથી ખેડૂત નેતાની આકરી પ્રતિક્રિયા આવી હતી. ખેડૂત નેતા રાકેશ ટિકેટે કંગના રનૌતની આકરી ટીકા કરી હતી.

હિમાચલ પ્રદેશની મંડી લોકસભાની ચૂંટણીમાં જીતનારી અભિનેત્રી કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પરથી મહિલા સીઆઈએસએફની કર્મીએ થપ્પડ મારી દીધી હતી. આરોપી મહિલા સીઆઈએસએફને ડીજીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતી.

સીઆઈએસએફની મહિલા સુરક્ષા કર્મચારીને કંગના સાથે વિવાદ થયો હતો. આ વિવાદ પછી મહિલા જવાને કંગનાને લપડાક મારી દીધી હતી. આ વિવાદ મુદ્દે વરિષ્ઠ અધિકારીઓની આગેવાનીમાં તપાસ કરવા માટે કમિટી નિમવામાં આવી છે. કંગના રનૌત આ ઘટના પછી દિલ્હી પહોંચી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ એક પોસ્ટ થઈ રહી છે, જેમાં કથિત રીતે કંગનાને થપ્પડ મારનારી આરોપી મહિલા સુરક્ષા કર્મચારી જોવા મળી રહી છે.


વીડિયો મહિલા સુરક્ષાકર્મી ખેડૂત આંદોલન દરમિયાન કંગનાએ આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. કહેવાય છે આ મહિલા સુરક્ષા કર્મચારી ખેડૂત આંદોલન વખતે કંગના દ્વારા કરવામાં આવેલા નિવેદનથી નારાજ હતી.


સીઆઈએસએફની કુલવિંદર કૌરે કહ્યું કે કંગનાએ એ વખતે કહ્યું હતું કે ખેડૂતો 100 રુપિયાના માટે ખેડૂત આંદોલનમાં બેઠા હતા. આ આંદોલન થયું ત્યારે મારી માતા પણ આંદોલન કરવા ગયા હતા. શું એ અહીં બેસશે, એમ પણ નિવેદનમાં જણાવ્યું હતું. લોકસભાની નવી ઈનિંગની તૈયારી શરુ કર્યા પહેલા કંગનાને તમાચો મારવામાં આવ્યો છે.

આ બનાવ બન્યા પછી કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ આ બાબતને ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસમાં શેર કરીને કહ્યું કે આ મહિલાએ શા માટે મને મારી. કંગનાએ જણાવ્યું કે આ મહિલા ગાર્ડે મને થપ્પડ મારી છે. આખરે આ ઉગ્રવાદ કઈ રીતે અટકશે. વીડિયો શેર કરતા કંગનાએ કહ્યું કે મને ઘણા બધા કોલ્સ આવી રહ્યા છે. મને શુભ ચિંતકો અને મીડિયાકર્મીના છે. હું સુરક્ષિત છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!