July 1, 2025
ટોપ ન્યુઝમનોરંજન

દિલ્હી જવા રવાના થયેલી Kangana Ranut સાથે Chandigadh Airport પર બન્યું કંઈક એવું કે…

Spread the love

બોલીવૂડ એક્ટ્રેસ, વિવાદોની ક્વીન અને હા હજી નવી નવી તાજી તાજી બનેલી સાંસદ કંગના રનૌત (Bollywood Actress Kangna Ranaut) આજે દિલ્હી જવા રવાના થઈ એ સમયે ચંડીગઢ એરપોર્ટ પર કંઈક એવું બન્યું હતું કે જે એણે સપનેય નહીં વિચાર્યું હોય. આવો જોઈએ આખરે એવું તે શું થયું એ-

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ ગાર્ડ (CISF Gaurd)એ લાફો મારી દીધો હતો. ઘટના બાદ સીઆઈએસએફની ગાર્ડને વધુ તપાસ માટે લઈ જવામાં આવી હતી. દરમિયાન એક્ટ્રેસે આ મામલે સખત કાર્યવાહી કરવાની માગણી કરી છે અને કંગના રનૌતને લાફો મારનાર મહિલા ગાર્ડની ઓળખ કુલવિંદર કૌર તરીકે કરવામાં આવી છે.

કંગના રનૌતના નજીકના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી ચંડીગઢ એરપોર્ટ પર તહેનાત સીઆઈએસએફની મહિલા ગાર્ડ કુલવિંદર કૌરે કંગના રનૌતને લાફો ઝીંકી દીધો હતો અને તેની સાથે ગાળાગાળી પમ કરી હતી. કંગનાએ આ ઘટના બાદ સીઆઈએસએફ ગાર્ડને કાઢી મૂકવાની માગણી કરતાં તેની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માગણી પણ કરી નાખી હતી. પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર CISF ni મહિલા ગાર્ડને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

સીઆઈએસએફની મહિલા ગાર્ડ કંગના રનૌતે લાફો કેમ માર્યો એ મુદ્દે એવી માહિતી સામે આવી રહી છે કે કુલવિંદર કૌર કિસાન આંદોલન મુદ્દે કંગના રનૌતે આપેલા નિવેદનથી ખૂબ જ નારાજ હતી અને આ કારણે જ તેણે કંગનાને તમારો મારી દીધો હતો.

જોકે, આ બધા વચ્ચે હવે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને માહિતી આપી છે કે મને ઘણા લોકોના ફોન-કોલ્સ આવી રહ્યા છે તો હું તેમની જાણ માટે કહી દઉં કે હું એકદમ સુરક્ષિત છું. પરંતુ મારી ચિંતાનો વિષય જરા અલગ છે. પંજાબમાં જે રીતે ઉગ્રવાદ અને આંતકવાદ વધી રહ્યો છે એ જોતા સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને આપણે તેને ખૂબ જ કાળજીપૂર્વક હેન્ડલ કરવી પડશે.

અહીંયા તમારી માહિતી માટે કે હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌત (Kangna Ranaut)ને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી અને તે જિતી ગઈ હતી. ચૂંટણીમાં મળેલી જિત બાદ આજે જ કંગના રનૌત દિલ્હી સંસદમાં જવા રવાના થઈ હતી. તેણે આ વાતની માહિતી સોશિયલ મીડિયા પર સ્ટોરી પોસ્ટ કરીને આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!