March 24, 2026
રમત ગમત

IPL 2026: રાજસ્થાન રોયલ્સને ખરીદનારા ઉદ્યોગપતિ કોણ છે, કેટલામાં ડીલ થઈ?

Spread the love

અમેરિકા-ઈરાન વચ્ચેના જંગમાં યુદ્ધવિરામના વર્તારા વચ્ચે ભારતના આંગણે રમાનારી આઈપીએલમાં સૌથી મોટા સમચાાર મળ્યા છે, જેમાં રાજસ્થાન રોયલ્સને વેચવાની ખબર મળી છે. અમેરિકાની સૌથી મોટા ઉદ્યોગપતિ કાલ સોમાનીએ લગભગ 1.63 બિલિયન ડોલર (રુપિયા 13,500 કરોડ)ની મોટી કિંમતમાં આઈપીએલની ટીમની 100 ટકા ખરીદદારી પોતાના નામે કરી છે. હવે સવાલ થાય છે કે કાલ સોમાની કોણ છે, જેને સૌથી મોટી કિમતમાં આઈપીએલ ટીમને ખરીદી છે.

અમેરિકાના એરિઝોનાના મૂળ રહેવાસી ઉદ્યોગપતિ
કાલ સોમાની અમેરિકાના એરિઝોના (સ્કોટ્સડેલ)માં રહેનાર બિઝનેસમેન છે, જેની પાસે 15થી વધુ વર્ષનો બિઝનેસનો અનુભવ છે. એજ્યુકેશન ટેક, ડેટા પ્રાઈવસી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ગવર્નન્સ અને સ્પોર્ટ્સ ટેક જેવા ક્ષેત્રમાં કામ કર્યું છે. સોમાની અનેક કંપનીના ફાઉન્ડર છે, જેમાં IntraEdge અને Truyo સામેલ છે. એના સિવાય એ એઆઈ ગવર્નન્સ સંબંધિત અનેક ઈનિશિયેટિવમાં પણ સક્રિય છે. સ્પોર્ટ્સની દુનિયામાં પણ મજબૂત પકડ ધરાવે છે. એ મોટર સિટી ગોલ્ફ ક્લબના કોઓનર છે તેમ જ TMRW Sports અને TGL Golf League જેવા પ્રોજેક્ટ્સમાં પણ શરુઆતના રોકાણકાર રહ્યા છે.

રિયાન પરાગ કેપ્ટન અને કુમાર સાંગાકારા હેડ કોચ
કાલ સોમાનીનું રાજસ્થાન રોયલ્સ સાથેનું કનેક્શન નવું નથી. 2021માં પહેલી વખત ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કર્યું હતું. આઈપીએલના વધતા માર્કેટ અને ભવિષ્યને લઈ હવે રસ અને રોકાણ વધાર્યું છે, તેથી સંપૂર્ણ ઓનરશિપ ખરીદી હોવાનું જણાવ્યું હતું. આ ઓનરશિપનો બદલાવ આઈપીએલ 2026 સિઝન પછી અમલી થશે. રાજસ્થાન રોયલ્સ પોતાની તૈયારીમાં જોડાઈ છે. ટીમ 30 માર્ચના ગુવાહાટીમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ સિઝનની પહેલી મેચ રમશે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ અને હેડ કોચ કુમાર સાંગાકારાના નેતૃત્વમાં ટીમ રમશે.

2008માં શેન વોર્નની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બન્યું હતું
આ ડીલ પહેલા રાજસ્થાન રોયલ્સમાં બ્રિટિશ-ઈન્ડિયન ઉદ્યોગપતિ મનોજ બડાલેની પાસે 65 ટકા ભાગીદારી હતી, પરંતુ હવે 100 ટકાની ઓનરશિપ કાલ સોમાનીની હશે. જોકે, આ ડીલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની મંજૂરી પર નિર્ભર છે, જેને ટૂંક સમયમાં મંજૂરી મળવાની શક્યતા છે. રાજસ્થાન રોયલ્સ સિવાય આરસીબી (ડિફેન્ડિંગ ચેમ્પિયન) માટે તૈયારીઓ ચાલી રહી છે. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની સફરની વાત કરીએ તો પહેલા વર્ષે શેન વોર્નની કેપ્ટનશિપમાં પહેલી વખત ચેમ્પિયન બન્યું હતું, પરંતુ એના પછી સતત સંઘર્ષ કરવો પડ્યો છે. 2022માં પણ ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી, પરંતુ એ વર્ષે ગુજરાત ટાઈટન્સે જીત મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!