ગ્લોબલ વોર્મિંગને માર ડાલાઃ દુનિયામાં જૂન મહિનો સૌથી રહ્યો હોટ મન્થ
આ વર્ષે જૂન મહિનો આખી દુનિયામાં સૌથી વધુ ગરમ રહ્યો છે, જે અત્યાર સુધીમાં સૌથી મોટો રેકોર્ડ નોંધાયો છે. નિરંતર બારમા મહિનામાં વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થયો હતો. ગ્લોબલ વોર્મિંગની અસર સમગ્ર દુનિયા પર પડી રહી છે, જ્યાં ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદનું તાંડવ જોવા મળે છે.
જૂન મહિનાની ગરમી દરમિયાન ભારતમાં તાપમાનનો પારો અમુક શહેરોમાં પચાસ ડિગ્રી પાર કર્યો હતો, જ્યારે યુરોપિયન સંઘ (ઈયુ)ની ગ્લોબલ વોર્મિંગ એજન્સી કોપરનિક્સ ક્લાયમેન્ટ ચેન્જ સર્વિસ (સી3એસ)એ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિના દરમિયાન પાંચ મહાખંડના લાખો લોકોને અસહ્ય ગરમી સહન કરવાની નોબત આવી હતી. હવે જૂન મહિનો સૌથી વધુ ગરમ મહિનો હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.
આ વર્ષે જાન્યુઆરીમાં વધતા તાપમાનનો ઔદ્યોગિક તબક્કો 1850થી 1900ની તુલનામાં 1.66 ડિગ્રી વધારે રહ્યું હતું, જે અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો જાન્યુઆરી હતો. અહીં એ પણ જણાવવાનું કે કોપરનિકસ ક્લાયમેટ ચેન્જ સર્વિસ યુરોપિયન યુનિયનનો અર્થ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામનો એક ભાગ છે. જાન્યુઆરી, 2024 દરમિયાન પૃથ્વીની ધરી નજીક હવાનું સરેરાશ વૈશ્વિક તાપમાન 13.14 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, જે 1991થી 2020 વચ્ચે જાન્યુઆરીમાં રજિસ્ટર્ડ એવરેજ તાપમાન લગભગ 0.7 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.
જૂન મહિનામાં અનેક દેશોએ ગરમીના રેકોર્ડ તોડ્યા હતા, ત્યારબાદ અનેક દેશોમાં વિનાશક પૂર અને તોફાન પણ આવ્યું હતું. ક્લાયમેન્ટ સેન્ટ્રલના વિશ્લેષણ અનુસાર દુનિયાની 60 ટકાથી વધુ વસ્તીએ 16-24 જૂન વચ્ચે ભીષણ ગરમીનો સામનો કર્યો હતો, જે ગ્લોબલ વોર્મિંગના કારણે ઓછામાં ઓછા ત્રણ ગણું વધારે છે. આ રેશિયોમાં ભારતની 61.9 કરોડ, ચીનની 57 કરોડ, ઈન્ડોનેશિયાની 23 કરોડ, બાંગ્લાદેશની 17 કરોડ, અમેરિકાની 16 કરોડ, યુરોપની 15 કરોડ સહિત અન્ય દેશની વસ્તી ગરમીથી પ્રભાવિત રહી હતી.
2015માં પેરિસ સમજૂતી અન્વયે વૈશ્વિક સરેરાશ તાપમાન બે ડિગ્રી સેલ્સિયસથી વધારે રાખવાનું લક્ષ્ય રાખ્યું નથી અને કહેવાયું છે કે 1.5 ડિગ્રી સેલ્સિયસથી પાર કરવામાં આવશે નહીં. જોકે, વધતા કાર્બન ઉત્સર્જન અને વૈશ્વિક તાપમાન પણ નિર્ધારિત લક્ષ્યાંક પણ પાર થઈ રહ્યું છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર જો લોકોને મોટા નુકસાનમાંથી ઉગારવા હશે તો યોગ્ય સીમા એક ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી નીચે નિર્ધારિત કરવું જોઈએ. જોકે, બીજી અન્ય વાત પર પણ ધ્યાન રાખવાનું છે કે પૃથ્વીનું તાપમાન 150 વર્ષ પહેલાની તુલનામાં 1.2 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું છે.
