અમેરિકાના આ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખના નામનું ગામ છે ભારતમાં, નામ જાણીને ચોંકી ઉઠશો..
હેડિંગ વાંચીને તમે પણ વિચારમાં પડી ગયા હશો, કે આખરે અમેરિકાના એવા તે કયા રાષ્ટ્ર પ્રમુખ છે કે જેમના નામનું ગામ ભારતમાં આવેલું છે? ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વિના તમને એમના વિશે જણાવી જ દઈએ. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ જિમી કાર્ટરનું 100 વર્ષે 2024માં નિધન થયું હતું અને તમને જાણીને નવાઈ લાગશે કે જિમી કાર્ટરના નામનું ગામ ભારતમાં આવેલું છે. જેના વિશે આજે આપણે અહીં આ સ્ટોરીમાં વાત કરીશું…
જિમી કાર્ટરનું ઈન્ડિયા કનેક્શન
અહીંયા તમારી જાણ માટે કે જિમી કાર્ટર અમેરિકાના 39મા રાષ્ટ્ર પ્રમુખ હતા અને તેઓ 1977થી 1981 સુધી આ પદ પર કાર્યરત્ રહ્યા હતા અને 2002ની સાલમાં તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આવા આ જિમી કાર્ટપનું ભારત સાથે ખાસ કનેક્શન છે. જી હા, તમને જાણીને નવાઈ લાગશે પણ ભારતમાં જિમી કાર્ટરના નામનું આખેઆખું ગામ છે.
કયું છે આ ગામ?
વાત કરીએ જિમી કાર્ટરના નામ પરથી રાખવામાં આવેલા હરિયાણાના ગામડાના નામની તો ભારતમાં એક ગામનું નામ કાર્ટરપૂરી રાખવામાં આવ્યું હતું. જિમી કાર્ટર અમેરિકાના ત્રીજા એવા રાષ્ટ્ર પ્રમુખ હતા કે જેમણે ભારતની મુલાકાત લીધી હતી અને તેમને ભારતના મિત્ર માનવામાં આવતા હતા, કારણ કે ભારત માટે ખાસ સોફ્ટ કોર્નર હતો.
આ કારણે નસીરાબાદ બન્યું કાર્ટરપુરી
મીડિયામાં કરેલા દાવા અનુસાર ભારતમાં ઈમર્જન્સી હટાવવા અને જનતા પાર્ટીની જીત બાદ 1978માં ભારતના પ્રવાસે આવ્યા હતા. 3જી જાન્યુઆરી, 1978ના જિમી કાર્ટર અને તેમની પત્ની રોઝલિન કાર્ટર સાથે નવી દિલ્હી ખાતે આવેલા દૌલતપુર નસીરાબાદ ગામ ગયા હતા અને તેમની આ વિઝિટ એટલી બધી સક્સેસફૂલ રહી હતી કે આ મુલાકાતના થોડાક સમય બાદ જ ગામવાસીઓએ પોતાના ગામનું નામ બદલીને કાર્ટરપુરી કરી દીધું હતું.
નોબેલ પુરસ્કાર મળ્યો ત્યારે ગામમાં થઈ ઉજવણી
કાર્ટર સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જિમી કાર્ટરની મમ્મી લિલિયને 19609માં છેલ્લે પીસ કોરમાં સ્વાસ્થ્ય સ્વયંસેવક તરીકેત્યાં કામ પણ કર્યું હતું. 2002માં જ્યારે જિમી કાર્ટરને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો ત્યારે કાર્ટરપુરી ગામમાં ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ જાન્યુઆરી મહિનાની ત્રીજી તારીખે કાર્ટરપુરીમાં રજા હોય છે. જિમી કાર્ટરની આ મુલાકાતે ભારત અને અમેરિકા વચ્ચે એક સ્થાયી ભાગીદારીનો પાયો નાખ્યો હતો અને એને કારણે બંને દેશને ખૂબ જ લાભ થયો હતો.
આવી જ દેશ વિદેશની બીજી અવનવરી માહિતી જાણવા અને માણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
