June 30, 2025
ગુજરાતટોપ ન્યુઝમહારાષ્ટ્ર

બુલેટ ટ્રેનનું સપનું થશે સાકારઃ જાપાન ભારતને ફ્રીમાં આપશે બુલેટ ટ્રેનનો સેટ્સ

Spread the love

દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઈ સૌથી મોટી અપડેટ મળી રહી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ટેસ્ટિંગ અને ટ્રાયલ માટે જાપાન ફ્રીમાં બુલેટ ટ્રેન પૂરી પાડશે. હાલના તબક્કે મુંબઈથી અમદાવાદ વચ્ચે કોરિડોરનું મહત્ત્વનું કામકાજ ચાલી રહ્યું છે, જ્યારે તે પૂરું થવામાં પણ ઘણો સમય લાગી શકે છે. ભારતમાં બુલેટ ટ્રેનની ટેસ્ટિંગ માટે જાપાનની શિંકાનસેનની ઈ5 અને ઈ3 મોડલ આપી શકે છે, જે અનેક પ્રકારની વર્લ્ડ ક્લાસ સેફ્ટી ફીચર્સની સાથે આવે છે.

ભારતે પોતાની સૌથી પહેલી બુલેટ ટ્રેનના રુટ માટે ઈ5 ટ્રેનને ચલાવવાની યોજના બનાવી છે, જ્યારે તેની સ્પીડ કલાકના 320 કિલોમીટરની છે, પરંતુ એમાં ઘણો સમય લાગ્યો છે.ઉપરાંત, તેના ખર્ચામાં પણ વધારો યો છે. બીજી બાજુ ઈ3 જૂનું મોડલ છે એના સિવાય ભારત ઈ10 મોડલને લઈ રસ ધરાવી રહ્યું છે.

જાપાનના અહેવાલ અનુસાર જાપાન 2026ની શરુઆતમાં ભારતને ઈ5 અને ઈ3 સિરીઝની એક-એક ટ્રેનનો સેટ આપશે. એના પછી એના ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટ્સ લગાવશે. આ ટેસ્ટિંગ ટ્રેન ભવિષ્યમાં ભારતમાં ઈ10 ટ્રેનના સંભવિત ઉત્પાદનમાં મદદ કરશે. ઉપરાંત, હાઈ ટેમ્પેરેચર અને ડસ્ટની અસરની સાથે સાથે ડ્રાઈવિંગ બાબતનો ડેટા પણ એકઠા કરશે.

મળતા રિપોર્ટ અનુસાર ભારત સરકાર મુંબઈ-અમદાવાદ વચ્ચેની હાઈ સ્પીડ ટ્રેનના રુટ માટે શિન્કાનસેનની ઈ10 ટ્રેનને પસંદ કરે છે, જ્યારે તેની ડિલિવરી 2027માં મળી શકે છે. એ સમયગાળા દરમિયાન દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેનના રુટમાં આંશિક રીતે શરુ કરવાની યોજના છે. મુંબઈથી અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના કોરિડોરમાં ખાસ તો સૌથી પહેલા સુરતથી બિલિમોરા વચ્ચે પહેલા તબક્કામાં ટ્રેન દોડાવવાની યોજના છે, ત્યાર પછી સફળ રહ્યા પછી મુંબઈથી અમદાવાદ વચ્ચે શરુ કરવામાં આવશે.

પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી ભારતને ભંડોળ પૂરું પાડશે, જ્યારે પ્રોજેક્ટ થનારા સંભવિત ખર્ચમાં 80 ટકા ભંડોળ આપશે. ભારત સરકાર, જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીએ આ લોનના 0.01 ટકાના વ્યાજદર 50 વર્ષમાં લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!