જમ્મુ આતંકી હુમલાઃ કઠુઆના એન્કાઉન્ટરથી પાકિસ્તાનના કરતૂતોનો પર્દાફાશ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના પરિણામો પછી આતંકવાદી હુમલામાં વધારો થઈ રહ્યો છે, જેમાં જમ્મુમાં રિયાસીમાં બસ પરના હુમલા પછી અન્ય જગ્યાએ પણ હુમલાનો સમાવેશ થાય છે. વધતા હુમલા મુદ્દે સરકારે કઠુઆ જિલ્લાના હીરાનગર સ્થિત સૈદા સુખલ ગામમાં સુરક્ષાદળો દ્વારા કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓ સામે કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મળી આવેલા હથિયારો અને અન્ય સામગ્રી પાકિસ્તાનના કારસ્તાનનો પર્દાફાશ થયો છે.
જમ્મુમાં ત્રણ દિવસમાં ત્રણ આતંકવાદી હુમલા મુદ્દે પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. રિયાસી, કઠુઆ અને ડોડામાં ત્રણ આતંકવાદી હુમલા કરવામાં આવ્યા હતા. કઠુઆમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહીમાં આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા હતા. આ આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો સાથે એક લાખ રુપિયા મળ્યા હતા.
બોર્ડર ક્રોસ કરતી વખતે સુરક્ષા દળોએ કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનમાં બનાવવામાં આવેલી દવાઓ સિવાય સ્ટીલ કોર બુલેટ, અમેરિકન એમ4 કાર્બાઈન અને ચીની હેન્ડગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ સાથે સંપર્ક રહેવા માટે આતંકવાદીઓ પાકિસ્તાની સેના દ્વારા બનાવેલા ફોનનો ઉપયોગ કરતા હતા.
કઠુઆ જિલ્લાના હીરાનગર સ્થિત માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી જે હથિયારો મળ્યા છે, જેમાં અમેરિકન એમફોર કાર્બાઈન, ટાઈપ એકે56 એસોલ્ટ રાઈફલ, 6 એકે56 મેગેઝીન, એમફોર માટે સાત સ્ટેગનેન મેગેઝીન, 75 રાઉન્ડની એક પોલિથિન બેગ, 6 ગ્રેનેડ, એટીએન થર્મલ નાઈટ વિઝન સ્કોપ, પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, સૂકા ચણા, રોટલી અને પાકિસ્તાની દવાનો સમાવેશ થાય છે. પેન કિલર ઈન્જેક્શન, એક સિરિંજ, એ4 બેટરી અને એક હેન્ડસેટ જપ્ત કર્યો છે. એના સિવાય બે કોમ્બેટ ચાકુ મળ્યા છે.
આતંકવાદીઓ પાસેથી મળેલા ચાકુ કમાન્ડો યૂઝ કરનારા છે
આતંકવાદીઓ પાસેથી મળેલા ચાકુ કમાન્ડો યૂઝ કરતા હોય એવા છે. ચાકુ કોમ્બેટ કેટેગરીના છે. પાકિસ્તાની સેનાની બોર્ડ એક્શન ટીમ (બેટ) આ પ્રકારના ચાકુનો ઉપયોગ કરે છે. કહેવાય છે કે આતંકવાદીઓને પાકિસ્તાનની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી) દ્વારા તાલીમ આપવામાં આવે છે. કમાન્ડો ટ્રેનિંગમાં આ પ્રકારના ચાકુ ચલાવવાની તાલીમ આપે છે. પોતાની પાસેના હથિયારો પૂરા થયા પછી આ પ્રકારના ચાકુનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ આતંકવાદી ગ્રુપે કઠુઆમાં બે દિવસ પહેલા અમરજીત શર્મા નામના ફાર્માસિસ્ટની હત્યામાં એમનો જ હાથ છે. અમરજીતનું ગળું કાપીની હત્યા કરી હતી.
એનક્રિપ્ટેડ રેડિયો હેન્ડસેટ પાકિસ્તાનના પુરાવા આપનાર છે
આ ઉપરાંત, આતંકવાદીઓ પાસેથી એનક્રિપ્ટેડ રેડિયો હેન્ડસેટ મળ્યો છે. આ રેડિયો હેન્ડસેટ ડિજિટલ મોબાઈલ છે, જે આર્મી યૂઝ કરે છે. એની નિર્માતા કંપની માઈક્રો ઈલેક્ટ્રોનિક્સ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ બનાવે છે. આર્મીના અધિકારીના જણાવ્યાનુસાર આ કંપની સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન, પાકિસ્તાન આર્મી, પાકિસ્તાન એરફોર્સ, પાકિસ્તાન નેવી, રેન્જર્સ, ફ્રન્ટિયર કોર્પ્સ, ફ્રન્ટિયર કોન્સ્ટેબુલરી કેપીકે, પોલીસ, એરપોર્ટ સિક્યોરિટી ફોર્સ સહિત સુરક્ષા એજન્સીને રેડિયો સેટ સપ્લાય કરે છે. આ રેડિયો હેન્ડસેટ મારફત ટેક્સ્ટ અને વોઈસ કોલ મોકલવામાં આવે છે.
2020માં જમ્મુના નગરોટામાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી આ પ્રકારના હથિયારો અને રેડિયો હેન્ડસેટ મળ્યા હતા. એ કાર્યવાહીમાં ચાર આતંકવાદીને માર્યા ગયા હતા.