July 1, 2025
ટોપ ન્યુઝનેશનલ

જમ્મુ કાશ્મીરના કુલગામમાં આર્મીએ પાંચ આતંકવાદીને માર્યા ઠાર, બે જવાન ઘાયલ

Spread the love

Jammu Kashmir Encounter: જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે આતંકવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો. આમનેસામને થયેલા હુમલામાં આર્મીના જવાનોએ પાંચ આતંકવાદીઓને માર્યા છે. બુધવારે મોડી રાતના આતંકવાદીઓ વિરોધના ઓપરેશનમાં પાંચ આતંકવાદી માર્યા ગયા છે, જ્યારે આર્મીના બે જવાન ઘાયલ થયા હતા.
બેહિબાગના કાદર ગામમાં સર્ચ ઓપરેશન
કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ શંકાસ્પદ જગ્યાએ હોવાની માહિતી મળ્યા પછી સુરક્ષાદળના અધિકારીઓએ બુધવારે રાતે બેહિબાગ વિસ્તારના કાદર ગામમાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરુ કર્યું હતું.


અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્ચ અભિયાન દરમિયાન આતંકવાદીઓ સુરક્ષાદળના જવાનો પર ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ આર્મીના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા.
ગુપ્તચર વિભાગના ઈન્પુટના આધારે કાર્યવાહી
ઈન્ડિયન આર્મીના ચિનાર કોર દ્વારા જાણકારી આપતા જણાવ્યું હતું કે 19મી ડિસેમ્બર 2024ના આતંકવાદીઓની હાજરી સંબંધમાં ઈન્પુટના આધારે ઈન્ડિયન આર્મી અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા કાદર ગામમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સતર્ક સૈનિકો દ્વારા શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી, ત્યાર બાદ અંધાધૂંધ આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં સૈનિકોએ મજબૂત કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!