December 20, 2025
રમત ગમત

IND VS ENG: જાડેજાનો ‘બદલો’ અને બેન સ્ટોક્સનો ‘હેન્ડશેક’ વિવાદ દુનિયાને યાદ રહેશે

Spread the love

ઘરઆંગણે ટેસ્ટ મેચ જીતવા માટે ઇંગ્લેન્ડે તમામ પ્રયાસો કર્યા છે. પાંચ ટેસ્ટની સિરીઝમાંથી ચોથી ટેસ્ટમાં હારની બાજી ડ્રોમાં લઈ જતા ભારતીય ટીમે રાહતનો શ્વાસ લીધો. પહેલી અને ત્રીજી ટેસ્ટમાં અનુક્રમે 22 અને 26 રનથી જીત્યું હતું, જ્યારે બીજી ટેસ્ટ ભારત 142 રનથી જીત્યું, પણ ચોથી ટેસ્ટ ભારત ડ્રો ભણી લઈ જવાને કારણે સિરીઝ તો 2-1 પહોંચી છે, પણ ત્રીજી ટેસ્ટનો એન્ડ અને ચોથી ટેસ્ટના એન્ડને એકસાથે જોવામાં આવે તો ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સેન્ટર પોઈન્ટ ઓફ એટ્રેક્શન રહ્યો હતો.

ભારતીય ટીમ માન્ચેસ્ટરની ટેસ્ટમાં વાપસી કરતા ઇંગ્લેન્ડને ડ્રો પર લઈ જવા મજબૂર કરી હતી. ટેસ્ટ મેચના અંતિમ દિવસે ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની શાનદાર સેન્ચુરીને કારણે ઇંગ્લેન્ડની લીડને ખતમ કરી અને આખો દિવસ બેટિંગ કરીને ઇંગ્લેન્ડની જીતવાની મુરાદ પર પાણી ફેરવી દીધું હતું. મેચ ડ્રો તરફ જઈ રહી હતી ત્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ઘૂંટણિયા ટેકી દીધા હતા. બે દિવસ પછી ટીમ ઈન્ડિયાને આઉટ નહીં કરી શકનારી ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ પર ડ્રો હાવી થઈ ગઈ હોય એમ જાડેજા અને સુંદર સેન્ચુરી કરવા સુધી અડીખણ રહ્યા અને ટીમના કેપ્ટન શુભમન ગિલે પણ સપોર્ટ આપ્યો પણ છેલ્લે ડ્રો જાહેર કર્યા પછી બેન સ્ટોક્સે જાડેજા સાથે હેન્ડશેક નહીં કરતા પોતાની અને ટીમની ઈજ્જતના કાંકરા કર્યા હોવાનું ક્રિકેટરોએ પણ નોંધ્યું હતું.

સોશિયલ મીડિયા પર પણ એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં બેન સ્ટોક્સ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે, પરંતુ જાડેજા અને સુંદર પાસે આવતા જ હાથ મિલાવવાનું ટાળ્યું હતું. જોકે, સ્ટોક્સ અટકતા રવિન્દ્ર જાડેજા તેમની સાથે હાથ મિલાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ સ્ટોક્સ કંઈક કહીને આગળ વધી જાય છે અને હાથ મિલાવ્યો નહોતો. આ બાબત અંગે નિષ્ણાતોએ કહ્યું કે ક્રિકેટ એક જેન્ટલમેન ગેમ છે, જેમાં હાર-જીત બાબત મહત્ત્વની છે, પરંતુ તમારા ઈગોથી મોટી નથી. ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સનું વર્તન કેપ્ટનને શોભે એવું નહોતું. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું હતું કે આ મેચ ડ્રોમાં પરિણમ્યા પછી સ્ટોક્સે સુંદર અને જાડેજા સાથે હેન્ડશેક નહીં કરતા પોતાની ઈજ્જત ગુમાવી છે.


ટેસ્ટ સિરીઝમાં પહેલાથી 1-2થી પાછળ રહેલી ટીમ ઈન્ડિયા માટે સિરીઝ હારવાનો ખતરો હતો. ચોથા દિવસની રમતમાં કેપ્ટન શુભમન ગિલ અને રાહુલે મળીને 174 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયા માટે ડ્રો સુધી લઈ જવાની આશા જગાવી હતી. છેલ્લા દિવસે 137 રનની લીડ ખતમ કરવાની હતી અને પહેલા સેશનમાં બેન સ્ટોક્સે કેએલ રાહુલ (90)ને પેવિલેયન મોકલ્યો હતો, જે દસ રનથી સદી ચૂક્યો હતો, જ્યારે કેપ્ટન ગિલને જોફ્રા આર્ચરે ગિલને 102 રન આઉટ કર્યો હતો. કેએલ રાહુલ અને ગિલ આઉટ થયા પછી ટીમ ઈન્ડિયા દબાણમાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાવતીથી રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે શાનદાર બેટિંગ કરીને ભારતને મુશ્કેલીમાંથી ઉગારી લીધું હતું. વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાએ 334 બોલમાં 203 રનની નોટ આઉટ રહીને ભાગીદારી કરતા 425 રન સુધી પહોંચાડીને નવા મુકામે પહોંચાડીને મેચ ડ્રોમાં ફેરવી નાખી. બંનેએ સેન્ચુરી કર્યા પછી જાડેજા (107) અને સુંદર (101 રન સાથે પહેલી સદી) પૂરી કર્યા પછી મેચ ડ્રોમાં ફેરવી.


ભારત અને ઇંગ્લેન્ડની મેચ ડ્રો ભણી જઈ રહી હોવાનું જણાતા ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે મેચને ડ્રોની ઓફર મૂકી હતી. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે એ ઓફરની ફગાવી હતી અને બેટિંગ કરતા રહ્યા હતા. ઓફર વખતે ચાર વિકેટે 386 રન હતા, પરંતુ બંનેએ સદી કરવાનું નક્કી કરતા આગળ રમ્યા હતા. 182 બોલમાં જાડેજાએ કારકિર્દીની પાંચમી સદી કરી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરે 206 બોલમાં 101 રન કરીને પોતાની કારકિર્દીની પહેલી સદી કરીને નોટઆઉટ રહ્યો હતો. બંનેએ પોતાના વિવેચકોની બોલતી બંધ કરી હતી. ત્રીજી ટેસ્ટમાં જાડેજા જે કંઈ ન કરી શક્યો એ ચોથી ટેસ્ટમાં બદલો લઈને ભારતને મોટી હારમાંથી ઉગારવામાં નિમિત્ત બન્યો હતો.

રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પાંચમી વિકેટે 203 રનની ભાગીદારી નોંધાવી

1936માં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં વિજય મર્ચંટ અને સૈયદ મુશ્તાક અલીએ ત્રીજી ઈનિંગમાં 203 રનની ભાગીદારી નોંધાવી હતી

પાંચ ટેસ્ટની સિરીઝમાં શુભમન ગિલે ચાર મેચમાં આઠ ઇનિંગમાં 722 રન કર્યા છે, જે ડોન બ્રેડમેનનો રેકોર્ડ પર હવે સૌની નજર છે

ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન ડોન બ્રેડમેન (810), ગ્રેહામ ગુચ (752), સુનીલ ગાવસ્કર (732), ગેરી સોબર્સ 722 અને શુભમન ગિલ 722 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!