It’s Official: Hardik Pandya- Natasa Stankovikએ કર્યા ડિવોર્સ કન્ફર્મ
છેલ્લાં કેટલાય સમયથી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેન્કોવિક (Hardik Pandya- Natasa Stankovik Divorce Confirm)ના છૂટાછેડાના અહેવાલો સામે આવી રહ્યા હતા અને આ બધા વચ્ચે હવે ક્રિકેટરે ખુદ જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી દીધી છે. હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ચાર વર્ષ સાથે રહ્યા બાદ આખરે હવે મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે અમારા આ સંબંધને બચાવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા છે, અને અમે લોકોએ અમારું બધું જ આ રિલેશન બચાવવામાં લગાવી દીધું છે. પરંતુ આખરે અમે લોકોએ અમારા માટે યોગ્ય નિર્ણય લીધો છે. આ નિર્ણય ખૂબ જ અઘરો હતો.

જોકે, આ બધા વચ્ચે હાર્દિકે દીકરા અગસ્ત્યની દેખરેખ કોણ કરશે એ બાબતે પણ ખુલાસો કર્યો હતો. હાર્દિકે અગસ્ત્યને લઈને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અગસ્ત્યને અમારા જીવનમાં મેળવીને અમે લોકોએ ખુબ જ ખુશી અનુભવીએ છીએ. એ હમેશાં અમારા જીવનનો એક અભિન્ન અંગ રહેશે અને અમે બંને સાથે મળીને એની દેખરેખ કરીશું. એની ખુશી માટે અમે જે પણ બની પડશે એ બધું જ કરીશું. અમે આશા કરીએ છીએ કે અમને તમારો સાથ સહકાર મળશે. તમે આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવસીનું મૂલ્ય સમજી શકશો.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે જ નતાશા સર્બિયામાં પોતાના પિયર પાછી ફરી છે અને નતાશાએ ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બાબતની માહિતી ફેન્સ સાથે શેર કરી હતી. એ સમયે નતાશા દીકરા અગસ્ત્ય સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને એ સમયે તેણે એવી હિન્ટ પણ આપી હતી કે કપલ વચ્ચે કંઇક ઠીક નથી.
નતાશા એક મોડેલ છે અને 2012માં તેણે ફિલ્મ સત્યાગ્રહમાં આઈટમ સોંગ કર્યું હતું. ત્યાર બાદ તેણે બિગ બોસ 8 અને નચ બલિયે જેવા શોમાં પણ તેણે ભાગ લીધો હતો. 2020માં જાન્યુઆરીમાં હાર્દિક પંડ્યા અને નતાશાએ સગાઈ કરી લીધી હતી. ત્યાર બાદ મે, 2020માં બંનેએ લગ્ન કરી લીધા હતા. 31મી જુલાઈ, 2020માં જ કપલે પહેલાં સંતાન અગસ્ત્યને જન્મ આપ્યો હતો.
