June 30, 2025
અજબ ગજબ

દેશના પહેલા એક્સપ્રેસવેને બનાવતા લાગ્યા હતા 22 વર્ષ, જાણો ક્યાં આવેલો છે?

Spread the love

ભારતમાં રસ્તાઓનું નિર્માણ કરવામાં સરકારનો દમ નીકળી રહ્યો છે, તેમાંય વળી વધતા અકસ્માતો સરકારની ઊંઘ હરામ કરી નાખી છે, ત્યારે રેલના માફક રસ્તાઓનું નિર્માણ કરવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે. નદીઓ, જંગલો અને પર્વતોને તોડીને રસ્તાઓ નહીં, પણ ધોરીમાર્ગો બનાવવામાં આવે છે. એવું કહેવાય છે રસ્તાઓનું નેટવર્ક જેટલું સારું હોય એટલો વિકાસ પણ ઝડપી કરી શકાય છે, ત્યારે વાત કરીએ દેશના સૌથી પહેલા હાઈ સ્પીડ એક્સપ્રેસવેની, ક્યાં આવેલો છે અને કેટલો ઉપયોગી છે.

દેશનો પહેલો સિક્સ લેન હાઈ-વે છે
દેશના સૌથી પહેલા એક્સપ્રેસ વે મુંબઈ અને પુણે વચ્ચે બનેલો છે, જ્યાંથી પસાર થતા ટાઈમ તો બચે છે, પરંતુ વાહનચાલકને મસમોટો ટોલ ટેક્સ પણ ભરવો પડે છે. મુંબઈ-પુણે-મુંબઈથી ટ્રાવેલ કરનારા લોકો પણ પૈસા વધારે લાગતા હોવા છતાં ખાસ કરીને લોકો મુંબઈ-પુણે એક્સપ્રેસવેનો જ ઉપયોગ કરે છે, જ્યારે તેની વિશેષતા પણ એ છે કે આ દેશનો પહેલો જૂનો એક્સપ્રેસવે છે તેમ જ સૌથી મોંઘો એક્સપ્રેસવે છે. આ દેશનો પહેલો સિક્સલેન હાઈ-વે છે.

નવી મુંબઈના કંબબોલીથી કિવાલે સુધી જશે
વર્ષ 2002માં તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીએ આ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યો હતો, પરંતુ એને બનાવતી વખતે 22 વર્ષ લાગ્યા હતા. 2000માં આ હાઈ-વેને ટ્રાફિક માટે શરુ કરવામાં આવ્યો હતો. એની લંબાઈ અંદાજે 94.5 કિલોમીટર છે. આ હાઈ-વે નવી મુંબઈના કંલબોલીથી પુણેના કિવાલેથી ખતમ થશે.

આ એક્સપ્રેસવેની બીજી મોટી વિશેષતા એ છે કે આ એક્સપ્રેસવેથી પસાર થનારા લોકોનો સમય પણ બચાવે છે. મુંબઈથી પુણે વચ્ચે ટ્રાવેલિંગ ટાઈમ ત્રણ કલાકથી ઘટીને એક કલાક કરે છે. અહીંના એક્સપ્રેસવેની સ્પીડ લિમિટ કલાકના 100 કિલોમીટરની છે. આ એક્સપ્રેસવેને કારણે મુંબઈથી પુણે જવાનું વધુ ઝડપી અવરજવર કરવાનું સરળ બન્યું હતું. બીજી મહત્ત્વની વાત એ છે કે આ એક્સપ્રેસવે ટનલ અને અંડરપાસની વચ્ચેથી પસાર થાય છે, જ્યારે તેનું નિર્માણ કાર્ય મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!