June 30, 2025
ટેકનોલોજીટોપ ન્યુઝ

ઈસરોએ કરી કમાલઃ PSLV-C60 SpaDex મિશન કર્યું લોન્ચ, સફળ રહ્યું તો બનશે નવો રેકોર્ડ

Spread the love

શ્રીહરિકોટાઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ફરી કમાલ કરી છે. પીએસએલવી-સી60 SpaDex મિશન લોન્ચ કર્યું છે. મિશન સફળ થવાથી રશિયા, અમેરિકા અને ચીન પછી ભારત ચોથો એવો દેશ બનશે, જેની પાસે સ્પેસમાં ડોકિંગ કરવાની ટેક્નોલોજી હશે.
સોમવારે સ્પેસ ટેક્નોલોજીમાં ફરી એક વાર ઈસરો નવો જ ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ પોતાના પીએસએલવી-સી60 સ્પાડેક્સ મિશન લોન્ચ કર્યું હતું. આ મિશન લોન્ચ કરવા માટે બે સેટેલાઈટનો ઉપયોગ કર્યો છે, જેનું નામ ચેજર અને ટાર્ગેટ છે, જ્યારે તેનું કૂલ વજન 220 કિલોનું હશે. ભારત માટે આ મિશન ઐતિહાસિક બાબતથી વિશેષ નથી. આ મિશન સફળ રહ્યું તો ચીન, અમેરિકા અને રશિયા પછી ભારત નવો ઈતિહાસ રચશે, જેની પાસે ડોકિંગ કરવાની ટેકનોલોજી હશે. સ્પેડેક્સ ટેકનલોજી અત્યારે ફક્ત ત્રણ દેશ પાસે જ છે.
સેટેલાઈટ જોડવા અને અલગ કરવાની પ્રક્રિયા મહત્ત્વની
આ મિશનની સફળતા ભારતના ચંદ્રયાન-4 મિશન પર નિર્ભર છે, જેમાં ચંદ્રની માટીના સેમ્પલ પૃથ્વી પર લઈ જવામાં આવશે. ચંદ્રયાન-4 મિશનને 2028માં લોન્ચ કરી શકાય છે. સ્પાડેક્સનો અર્થ શું છે. સ્પેસ ડોકિંગ એસ્પરિમેન્ટ. આ મિશનમાં પીએસએલવી-સી 60 છોડવામાં આવનારા બે અંતરિક્ષ યાનનું ડોકિંગ કરવામાં આવશે, જ્યારે ડોકિંગનો અર્થ સ્પેસમાં બે સેટેલાઈટને જોડવા અને અનકોડિંગનો અર્થ છે, સ્પેસમાં રહીને પણ બંનેને અલગ કરવાના.


અંતરિક્ષમાં સ્ટેશન બનાવવા માટે મિશનનું મહત્ત્વ
ઈસરોએ પોતાના મિશનમાં ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે. આ મિશનને લોન્ચ કરવામાં આવ્યા પછી એને ડોકિંગ મારફત જોડવા અને અનકોડિંગની પ્રોસેસ અલગ અલગ પ્રયોગ કરવામાં આવશે. આ મિશનનું લક્ષ્ય ચેજર પોતાના ટાર્ગેટનો પીછો કરવાનો છે. આ પ્રક્રિયા ભવિષ્યમાં મોટા લક્ષ્યાંકોને હાંસલ કરવામાં મહત્ત્વની સાબિત થશે. ભારત 2035 સુધીમાં પોતાનું અંતરિક્ષ સ્ટેશન બનાવવા માગે છે, જ્યારે આજનું મિશન એના માટે સૌથી મહત્ત્વનું છે.
હવે બીજી મહત્ત્વની વાત એ કે અંતરિક્ષમાં ડોકિંગ ટેક્નોલોજીનું મહત્ત્વ ત્યારે રહે છે, જ્યારે સંયુક્ત મિશન ઉદ્દેશોને હાંસલ કરવા માટે અનેક રોકેટ લોન્ચ કરવાની જરુરિયાત રહે છે. ઈસરોના જણાવ્યાનુસાર સ્પાડેક્સ મિશન અન્વયે બે અંતરિક્ષ યાન (પ્રત્યેકનું વજન લગભગ 220 કિલોગ્રામ) પીએસએલવી-સી60 દ્વારા સ્વતંત્ર રીતે એકસાથે 55 ડિગ્રીના ઝુકાવ પર 470 કિમીની વૃતાકાર ભ્રમણકક્ષામાં લૉન્ચ કરવામાં આવશે, જેનો સ્થાનિક સમયગાળો લગભગ 66 અંશનો હશે. દિવસ દરમિયાન હશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!