ઈસરોના ‘બ્રહ્માસ્ત્ર’ને લાગ્યું ‘ગ્રહણ’: સેટેલાઈટના લોન્ચિંગ પછી મુશ્કેલી, મિશનનું શું છે મહત્ત્વ?
ઈસરોએ PSLV-C62થી અન્વેષા (EOS-N1) સેટેલાઈટ લોન્ચ કર્યો છે. ભારતની ધરતી પર દુશ્મનો, ઘૂસણખોરો અને ગેરકાયદે હેરાફેરી પર નજર રાખવા માટે સિક્રેટ વેપન છે. ડીઆરડીઓ દ્વારા ડેવલપ કરવામાં આવેલું હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ 600 કિલોમીટરની ઊંચાઈ પરથી બંકરોમાં છુપાયેલા દુશ્મનોની તસવીરો પણ લઈ શકે છે, જેનાથી ભારતની સરહદો વધુ મજબૂત થઈ શકશે. સમયસર લોન્ચ કરવામાં આવ્યું હોવા છતાં ત્રીજા સ્ટેજમાં મુશ્કેલી ઊભી થઈ છે. ઈસરોએ કહ્યું છે કે ડેટા રિકવર કરવાની કોશિશમાં લાગ્યા છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ આજે સવારના આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં પહેલું સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ લોન્ચ પોલર સેટેલાઈટ્સ લોન્ચ વ્હિકલ (PSLV-C62)થી કરવામાં આવ્યું હતું. કૂલ મળીને પહેલા લોન્ચિંગમાં પંદર સેટેલાઈટ્સ સ્પેસમાં મોકલવામાં આવ્યા છે, જે સૌથી મહત્ત્વપૂર્ણ અને ઓબ્ઝર્વેશન સેટેલાઈટ્ (EOS-N1) અન્વેષાનો પણ સમાવેશ થાય છે.
અન્વેષા આગામી સમયમાં જમીન પરથી લગભગ 600 કિલોમીટર ઉપર પોલર સનસિંક્રોનસ પોલર ઓર્બિટ (એસએસઓ)માં સ્થાપિત કર્યું છે. એમ કરવાથી આતંકવાદીઓથી લઈને ઘૂસણખોરો તેમ જ દેશના અસામાજિક તત્વો પર પણ નજર રાખવામાં આવશે. અન્વેષાને ભારતનું સીસીટીવી કહેવાય છે, તેની મદદથી દુશ્મનો પર નજર રાખી શકાશે.
અન્વેષા સેટેલાઈટની ખાસિયત શું છે?
અન્વેષા સેટેલાઈટ ડીઆરડીઓ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે, જે જમીનથી ઉપર હોવા છતાં જંગલો યા બંકરમાં છુપાયેલા દુશ્મનોની તસવીરો પણ લઈ શકે છે. સેટેલાઈટ (EOS-N1) અન્વેષા ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે એની મદદથી દુશ્મનોની હિલચાલ પર નજર રાખી શકાય છે, જે ઈમેજિંગ સેટેલાઈટ છે.
અન્વેષા સેટેલાઈટ હાઈપર રિમોટ સેસિંગ એટલે એચઆરએસ ટેક્નિકથી કામ કરે છે. ઈઓએસ-એનવન સિવાય પીએસએલવી સી62 મિશનમાં પંદર સેટેલાઈટ અન્ય નાન સેટેલાઈટનો પણ સમાવેશ થાય છે, જેમાં 14માંથી આઠ વિદેશી સેટેલાઈટ છે, જે ફ્રાન્સ, નેપાળ, બ્રાઝિલ અને બ્રિટનના છે.
. હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ: તે સામાન્ય કેમેરા કરતા અલગ છે. તે જંગલોની નીચે અથવા બંકરમાં છુપાયેલા દુશ્મનોને પણ પકડી શકે છે.
. સરહદી સુરક્ષા: ચીન અને પાકિસ્તાન સરહદે થતી ગેરકાયદેસર હેરાફેરી અને ઘૂસણખોરી પર આ સેટેલાઈટ 24 કલાક નજર રાખશે.
. ટેક્નોલોજી: તે હાઈપર રિમોટ સેન્સિંગ (HRS) ટેકનિક પર કામ કરે છે, જે જમીન પરના પદાર્થોની ચોક્કસ ઓળખ કરવામાં સક્ષમ છે.
