July 1, 2025
ઈન્ટરનેશનલ

Isrealનો પેજર ધમાકોઃ લેબેનોન અને સિરિયામાં તબાહી, હજારો ઘાયલ

Spread the love

ઈઝરાયલ અને હમાસની વચ્ચે ગયા વર્ષના ઓક્ટોબર મહિનાથી શરુ થયેલ યુદ્ધ હવે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. લેબેનોનના આતંકવાદી સગંઠન હિઝબુલ્લાહ ઈઝરાયલ નિરંતર હુમલા કરી રહ્યું છે, જ્યારે તેનો જવાબ ઈઝરાયલ પણ આપી રહ્યું છે, જેમાં ગઈકાલે ઈઝરાયલે પેજર ધમાકા કરીને મોટી જાનહાનિ કરી હોવાનું કહેવાય છે. મંગળવારની સાંજે ઈઝરાયલે કરેલા વિસ્ફોટોને કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.
isreal attack
2,700થી વધુ લોકો ઘાયલ
એક પછી એક પેજર વિસ્ફોટમાં 2,700થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જ્યારે ડઝનથી વધુ લોકોના મોત થયા હતા. હજારો લોકોની ઈજા પહોંચ્યા પછી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આ વિસ્ફોટમાં સૌથી વધુ હિઝબુલ્લાહના સૈન્ય હોઈ શકે છે. ઈઝરાયલે કરેલા વિસ્ફોટો માટે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. પેજરની શોધ મુદ્દે ફરી એક વખત ચર્ચા જાગી છે તો ચાલો જાણીએ પેજરની અતથી ઈતિ.
પેજરનો ઉપયોગ હિઝબુલ્લાહ કરતું
હિઝબુલ્લાહને શક હતો કે તેમની કમ્યુનિકેશન નેટવર્કની સિસ્ટમને અમુક લોકોએ ખરીદી લીધી છે, તેથી ઈન્ટરનલ કમ્યુનિકેશન સિસ્ટમ બંધ કરી હતી અને એના બદલે પેજરનો ઉપયોગ કરતા હતા. હવે હિઝબુલ્લાહને શક છે કે ઈઝરાયલે માલવેયરની મદદથી પેજરમાં બ્લાસ્ટ કરાવ્યો છે. જોકે, પેજરની ફુલપ્રુફ માનવામાં આવતું નથી. જો પેજરના રેડિયો સિગ્નલને ઈન્ટરસેપ્ટ કરી લે તો સરળતાથી હેક કરી શકાય છે. પેજરમાં કોઈ એન્ક્રિપ્શન હોતું નથી, જે તેને વધુ નબળું માનવામાં આવે છે.
1990ના દાયકામાં કરી શોધ
પેજર એક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ છે, જે મેસેજ મોકલવા માટે ઉપયોગ કરવામાં ાવે છે. 1990ના દાયકામાં વેપારીઓ, ડોક્ટર અને બિઝનેસમેન લોકો ઉપયોગ કરતા હતા, કારણ કે એ વખતે મોબાઈલ લોકપ્રિય નહોતા. પેજર એક વિશ્વાસુ અને ડાયરેક્ટ કમ્યુનિકેશનનું માધ્યમ માનવામાં આવે છે.
એલ ગ્રોસ નામના વૈજ્ઞાનિકે શોધ્યું
પેજરની શોધ 1921માં એ એલ ગ્રોસે કરી હતી. એલ ગ્રોસ યહૂદી હતા તથા તેમને વોકી-ટોકી અને કોર્ડલેસ ટેલિફોનની પણ શોધ કરી હતી. જોકે, પેજરનો ઉપયોગ 1950 પછી શરુ થયો. સૌથી પહેલા વખત ન્યૂ યોર્ક સિટી વિસ્તારમાં ડોક્ટર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1980ના દાયકા પછી દુનિયાભરમાં એનો ફેલાવો થયો હતો.
કઈ રીતે કરે છે કમ્યુનિકેશન પેજર
પેજર રેડિયો ફ્રિકવન્સીની મદદથી કામ કરે છે, તેમાં ઈન્ટરનેટ અથવા કોલિંગ અથવા મોબાઈલ નેટવર્કની જરુરિયાત હોતી નથી. એક પેજર ડિવાઈસ મેસેજ મોકલે છે અને બીજું તેને રિસિવ કરે છે. આમ ત્રણ પ્રકારના પેજર હોય છે, જેમાં એકમાં ફક્ત મેસેજ રિસિવ થાય છે, જ્યારે ટુવે પેજરમાં પેજરથી મેસેજ મોકલ્યો અને રિસિવ પણ થાય છે, જ્યારે ત્રીજું વોઈસ પેજર જેમાં વ્યક્તિ પોતાનો અવાજ રેકોર્ડ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!