December 20, 2025
ઈન્ટરનેશનલ

ઈઝરાયલ-ગાઝા શાંતિ સમજૂતી: હજારો લોકોના મોત પછી યુદ્ધકેદીઓની અદલાબદલી શરૂ, શાંતિની અપેક્ષા

Spread the love

હમાસ 20 ઈઝરાયલી બંધકને મુક્ત કરશે, બદલામાં ઈઝરાયલ 2,000 પેલેસ્ટાઈની કેદીઓને છોડશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પછી દુનિયામાં વધુ બે દેશોએ યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી પછી રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષ પર પણ પૂર્ણવિરામ મૂકાય એના માટે દુનિયાભરના નેતાઓની નજર મંડરાયેલી છે. જોકે, હાલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સંકટ ઊભું થયું છે, પરંતુ ટ્રમ્પ ભાઈજાનની ભૂમિકામાં યુદ્ધવિરામ કરાવશે. ખેર, ગયા અઠવાડિયા દરમિયાન ઈઝરાયલ અને ગાઝાની વચ્ચે યુદ્ધવિરામના કરાર કરવામાં આવ્યા હતા. આ કરારની સાથે બંને દેશના યુદ્ધકેદીઓને પણ છોડવાની શરત મૂકવામાં આવી હતી. શરત અન્વયે આજથી બંને દેશના અમુક કેદીઓને પરસ્પર અદલાબદલી કરવાની શરુઆત કરી હતી. હમાસ ઈઝરાયલના 20 બંધકને મુક્ત કરશે, જ્યારે તેના બદલામાં ઈઝરાયલ 2,000 પેલેસ્ટાઈનના કેદીને છોડશે, જે અન્વયે પહેલી બેચની રવાના કરી. બંને દેશોએ હથિયાર મૂકવાને કારણે મિડલ ઈસ્ટમાં શાંતિની અપેક્ષા છે.

હમાસની સશસ્ત્ર સાથા એજ્જેદીન અલ કાસમ બ્રિગેડસે 13 ઓક્ટોબરના ગાઝામાં બંધ 20 કેદીના નામે ટેલિગ્રામ જારી કર્યો હતો. હમાસવતીથી નામ જારી કરવામાં આવ્યા, જે સમજૂતીનો એક હિસ્સો હતો. આ સમજૂતી અન્વયે લગભગ 2,000 પેલેસ્ટાઈનના કેદીના બદલામાં આ કેદીને છોડવાનો ટાર્ગેટ હતો. હમાસે પોતાની ટેલિગ્રામ ચેનલ મારફત જે લિસ્ટ જારી કર્યું, તેમાં 48 કેદીમાંથી 20 સામેલ છે, જેમાં જીવતા અને મૃત કેદીનો સમાવેશ થાય છે. જે હજુ પણ પેલેસ્ટાઈનના આતંકવાદીઓના કબજાના ગાઝામાં છે. હમાસ-ગાઝાએ સત્તા છોડવા માટે તૈયાર છે, પરંતુ હથિયાર છોડવાનો વિરોધ કર્યો છે.

હમાસ દ્વારા મુક્ત કરવામાં આવનારા કેદીઓમાં બાર અવ્રાહમ કુપરસ્ટીન, અવિયાટર ડેવિડ, યોસેફ હાઈમ ઓહાના, સેવેગ કાન્ફોન, અવિનતન ઓર, એલ્કાના બોહબોત, મેક્સિમ હર્કિન, નિમ્રોદ કોહેન, માતન જંગાઉકર, ડેવિડ કોનિયો વગેરે 20 કેદીનો સમાવેશ થાય છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે નિર્ધારિત યુદ્ધવિરામની સમજૂતી અંતિમ તબક્કામાં છે. હમાસના કબજામાં 48 બંધકોને આજે છોડવામાં આવશે, જેમાં 20 લોકો જીવતા હોવાની સંભાવના છે, જેમની મેડિકલ તપાસ પછી પરિવારને સોંપવામાં આવશે, જ્યારે 28 લોકોના મૃતદેહ આપવામાં આવશે.

આ સમજૂતી માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ઈજિપ્ત અને કતારની મધ્યસ્થીને કારણે બંને દેશ વચ્ચે શાંતિ સમજૂતી શક્ય બની છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈઝરાયલ રવાના થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ મિસ્ત્રના શાર્મ અલ શેખ પહોંચશે, જ્યાં શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અહીંના સંમેલનમાં ઓછામાં ઓછા 20 વૈશ્વિક નેતા ઉપસ્થિત રહેશે. બીજી બાજુ ગાઝામાં અત્યારે પણ લોકો પોતાના વતન જઈ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં લાખો લોકો પોતાની કાર અને પગપાળા ચાલીને પોતાને ઘરે પહોંચી રહ્યા છે, પરંતુ એવા પણ અનેક લોકો છે, જેમને પોતાના ઘર સહી-સલામત મળે, કારણ કે ઈઝરાયલના હુમલામાં નુકસાનગ્રસ્ત ઘરોને સરખા કરતા વર્ષો સુધી પોતાના પરિવારને ટેન્ટમાં જીવન વ્યતિત કરવું પડશે. ઈઝરાયલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ 2023થી શરુ થયું છે, જેમાં 63,000 (62,122 પેલેસ્ટાઈન અને 1,983 ઈઝરાયલ)થી વધુ લોકોનાં મોત થયા છે, જેમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, ગાઝાના લોકોએ સ્થળાંતર કરવાની સાથે ભૂખમરાના સંકટનો સામનો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!