December 21, 2025
ઈન્ટરનેશનલ

હમાસ અને ઈઝરાયલની વચ્ચે ‘યુદ્ધવિરામ’ની જાહેરાતઃ ટૂંક સમયમાં બંધકો થશે મુક્ત

Spread the love

ગાઝામાં પંદર મહિનાથી ચાલી રહેલા યુદ્ધ બાદ ઈઝરાયલ અને હમાસની વચ્ચે સીઝફાયરને લઈ સહમતી સાધવામાં આવી છે. પંદર મહિનાથી ચાલી રહેલા યુદ્ધ બાદ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધાવિરામની સમજૂતી થઈ ગઈ છે, જેથી હવે યુદ્ધમાં બંધક બનાવવામાં આવેલા કેદીઓ અને નાગરિકોને મુક્ત કરવામાં આવશે.
ઈઝરાયલના સૈનિકોની મુક્તિ પહેલી થશે
ઈઝરાયલ અને હમાસની વચ્ચે સમજૂતીના પહેલા છ અઠવાડિયાનું યુદ્ધવિરામના પહેલા તબક્કાનો સમાવેશ થાય છે, જેમાં ગાઝાથી ઈઝરાયલના સૈનિકોને વ્યવસ્થિત રીતે પાછા મોકલવા તેમ જ હમાસ દ્વારા ઈઝરાયલના બંધકોની અદલાબદલી કરવાનો સમાવેશ થાય છે. જોકે, હજુ કહેવાય છે કે સત્તાવાર રીતે ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
અમેરિકન પ્રશાસનની મોટી સફળતા
ઈઝરાયલ અને હમાસની વચ્ચે સીઝ ફાયર મુદ્દે અમેરિકા દ્વારા સમર્થિત મિસ્ત્ર અને કતરના નેતૃત્વમાં મહિનાઓ સુધી ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ સીઝફાયર અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહના થોડા દિવસ પહેલા કરવામાં આવી છે, જે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન પ્રશાસનની મોટી સફળતા માનવામાં આવે છે.
યુદ્ધવિરામ અંગે ઈઝરાયલમાં વિરોધ
દરમિયાન સિઝફાયરની જાણકારી વચ્ચે ઈઝરાયલમાં નારાજ લોકોએ મોટા મોટા પોસ્ટર અને ઈઝરાયલના રાષ્ટ્રધ્વજ લઈને પાટનગર યેરુશલેમના રસ્તાઓ પર મોટી માર્ચ કાઢી હતી. લોકોએ હમાસને દુશ્મન બતાવીને કોઈ પણ સંજોગોમાં યુદ્ધવિરામ નહીં કરવાની માગણી કરી હતી. બીજી બાજુ ઈઝરાયલના મોટા શહેર તેલ અવીવમાં પણ બંધકોના પરિવારજનોએ એક થઈને સરકારને સીઝફાયર ડિલ કરવાની અપીલ કરી હતી.
ઈઝરાયલ પરના હુમલામાં 1,300 લોકો માર્યાં ગયા
સીઝફાયરના પહેલા તબક્કામાં 33 બાળક, મહિલાઓ અને વૃદ્ધ લોકોની સાથે ઘાયલ લોકોને મુક્ત કરવામાં આવશે. તેમને મુક્ત કરવાના બદલામાં સેંકડો પેલેસ્ટાઈન કેદીઓને પાછા મોકલવામાં આવશે.ઈઝરાયલ અને હમાસની વચ્ચે જ્યારથી યુદ્ધ શરુ થયું ત્યારે હમાસના નેતૃત્વમાં સાતમી ઓક્ટોબર, 2023ના દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. એના પછી ઈઝરાયલે ગાઝા પર હુમલો કર્યો હતો અને હમાસના ખાતમા સુધી યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
ગાઝામાં 46,000 લોકો માર્યાં ગયા
આ અગાઉ ગાઝાના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ઓક્ટોબર, 2023થી ગાઝામાં ઈઝરાયલના અભિયાન દરમિયાન 46,000 લોકો માર્યા ગયા છે, જ્યારે હજારો નિરાશ્રિત લોકો તંબુ અને હંગામી પુનર્વસન શિબિરમાં રહેવા મજબૂર બન્યા છે. આ અગાઉ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષવિરામ થશે અને જો તેમાં વિલંબ થશે તો હમાસને તેના પરિણામ ભોગવવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!