ઈરાનમાં હમાસના ચીફ કમાન્ડર ઈસ્માઈલ હાનિયાને ઠાર માર્યો, અમેરિકન કનેક્શન શું?
તહેરાનઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલે હમાસના પ્રમુખની ઠાર માર્યો હોવાના સમચાારથી ખળભળાટ મચી ગયો છે. ઈસ્માઈલ હાનિયાની ઈરાનમાં હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈસ્માઈલ હનિયાની ઈરાનમાં હત્યા કરવા અંગે ઈરાનની સેના ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડસે સમર્થન આપ્યું છે.
તહેરાન સ્થિત ઈસ્માઈલ હાનિયાના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક બોડીગાર્ડ સહિત ઈસ્માઈલ હાનિયાનું મોત થયું છે. ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડસના અધિકારીએ જણાવ્યું છે કે બુધવારે સવારે આ બનાવ બન્યો છે. આ હુમલા અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઈસ્માઈલ હાનિયાના મોત અંગે શોક પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જે પેલેસ્ટાઈન સમર્થિત હતો.
Did someone ask for a photo-op of Iran and the leaders of their proxies?
Iran’s Khamenei met with Hamas’ Ismail Haniyah and the Islamic Jihad’s Ziyad-al Nakhalah — two of the terrorist organizations who have been attempting to kill Israelis using weapons made and funded by… https://t.co/ZqiRCPUKxW
— Israel Defense Forces (@IDF) July 30, 2024
હમાસ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં પણ ઇસ્માઈલ હાનિયાના મોત અંગે પુષ્ટિ કરી છે. જોકે, અત્યાર સુધીમાં ઈઝરાયલ તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ અગાઉ મંગળવારે ઈરાનના નવા રાષ્ટ્રપતિના એક કાર્યક્રમમાં હાનિયા ઉપસ્થિત રહ્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે 2018માં અમેરિકાએ ઈસ્માઈલ હાનિયાને આતંકવાદી જાહેર કર્યો હતો. આ મુદ્દે અમેરિકાએ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ઈસ્માઈલ હાનિયા કોણ હતો?
ઇસ્માઈલ હાનિયા હમાસની રાજકીય શાખાનો પ્રમુખ હતો. 2006માં પેલેસ્ટાઈનની સામાન્ય ચૂંટણીમાં હમાસની જીત પછી સંગઠનમાં પોતાનો દબદબો વધાર્યો હતો. ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈન એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી. એ વખતે મિસ્ત્રથી ગાઝા પટ્ટીમાં આયાત કરવામાં આવતી વસ્તુઓ પર ટેક્સ લગાવીને હાનિયાએ પોતાની સંપત્તિમાં જોરદાર વધારો કર્યો હતો. 2014થી હમાસ દ્વારા તમામ વેપાર પર 20 ટકા ટેક્સ લેવાની જાહેરાત કરી હતી. આ કરવેરાને કારણે હમાસના 1,700 ટોચના કમાન્ડર કરોડપતિ બન્યા હતા.
ગયા વર્ષે સાતમી ઓક્ટોબરે ઈઝરાયલ પરના હુમલામાં ઈસ્માઈલ હાનિયાની ભૂમિકા હતી અને તેને કારણે ઈસ્માઈલ હાનિયા ઈઝરાયલ આર્મીના ટાર્ગેટ પર હતો. સાતમી ઓક્ટોબરના હુમલા અંગે ઈસ્માઈલ હાનિયાએ જવાબદારી સ્વીકારી હતી.
કહેવાય છે કે 29 જાન્યુઆરી, 1962ના ગાઝા પટ્ટીની શાંતિ શરણાર્થી શિબિરમાં જન્મ થયો હતો. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ગાઝા પટ્ટીને લઈ વિવાદ રહ્યો છે. ગાઝા પટ્ટીમાં રહેવાને કારણે ઈસ્માઈલ હાનિયાના મનમાં પેલેસ્ટાઈનને એક અલગ દેશ બનાવવાની ઈચ્છા પણ હતી. જોકે, હાનિયાના ગાઝામાં પ્રમુખ બન્યા પછી હરીફ પક્ષ ફતહ સાથે મતભેદ વધ્યા હતા અને 2007માં હિંસક સંઘર્ષ પછી ફતેહને ગાઝા પટ્ટી છોડવાની નોબત આવી હતી. એના પછી હમાસ અને ઈઝરાયલની વચ્ચે સંઘર્ષ વધ્યો હતો. ઈસ્માઈલ હાનિયાએ હમાસ અને ફતહની વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કર્યો હતો પણ નિષ્ફળ રહ્યો હતો. હાનિયાના પરિવારમાં 13 બાળકો છે, જ્યારે અગાઉ ઈઝરાયલના હુમલામાં તેને ત્રણ બાળકો સહિત પરિવારના અનેક સભ્યો માર્યા ગયા હતા. 90ના દાયકામાં ઈસ્માઈલ હાનિયા હમાસ સાથે જોડાયો હતો. ઈસ્માઈલ હાનિયાના મોતથી હમાસને મોટો ફટકો પડ્યો છે, જ્યારે ઈઝરાયલને સૌથી મોટી સફળતા મળી છે.
