તમારો Password પણ અહીં આપેલા 10 Passwordsમાંથી જ એક છે કે?
આજકાલ દરેક વ્યક્તિ પોતાના મોબાઈલ ફોન્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, ઈમેલ, બેન્ક એકાઉન્ટને સિક્યોર રાખવા માટે પાસવર્ડ્સ (Passwords)નો ઉપયોગ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે ઘણી વખત આ પાસવર્ડ્સ જ તમારી સિક્યોરિટીને જોખમમાં મૂકે છે? ચાલો તમને જણાવીએ કઈ રીતે…
વાત જાણે એમ છે કે આપણે સરળતાથી યાદ રાખી શકાય એ માટે એકદમ ઈઝી પાસવર્ડ્સ પસંદ કરીએ છીએ કે પછી અનેક એકાઉન્ટ માટે એક જ પાસવર્ડ યુઝ કરીએ છીએ. આ જ આપણી સૌથી મોટી ભૂલ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જ સામે ચાલીને હેકર્સને આમંત્રણ આપીએ છીએ. આ પાસવર્ડને કારણે હેકર્સનું કામ એકદમ સહેલું થઈ જાય છે અને આપણે એમના શિકાર બનીએ છીએ.
હવે સૌથી સહેલાં કહી શકાય એવા કે પછી વીક કહેવાય એવા 10 પાસવર્ડ અને પીનની યાદી જાહેર કરવામાં આવી છે, જેનો ઉપયોગ કરવાથી આપણે બચવું જોઈએ. આવો જોઈએ કયા છે આ પાસવર્ડ્સ… સાયબર સિક્યોરિટી એજન્સી દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને એમાં આ વીક પાસવર્ડ અને પિન્સની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે જેમાં 2024ની પહેલા ત્રિમાસિક સમયગાળામાં સાઈબર એટેકના બનાવોમાં 33 ટકાનો વધારો થઈ રહ્યો છે.
આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં એવા 10 કોમન પાસવર્ડ્સ છે જેને અમુક જ સેકન્ડમાં ક્રેક કરી શકાય એમ છે અને જો તમે પણ આ 10 કોમન કે વીક પાસવર્ડ્સનો ઉપયોગ કરો છો તો તમારે તરત જ તમારા પાસવર્ડ્સ બદલવાની જરૂર છે.
ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા 10 સૌથી કોમન 4 ડિજીટ પાસવર્ડ્સ
1234, 1111, 0000, 1212, 7777, 1004, 2000, 4444, 2222, 6969
ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા 10 કોમન પાસવર્ડ્સની વાત કરી લીધા બાદ આગળ વધીએ અને હવે વાત કરીએ 10 સૌથી યુનિક પાસવર્ડ્સ અને પિન્સની…
8557, 8438, 9539, 7063, 6827, 0859, 6793, 0738, 6835, 8093
આ રીતે ક્રિયેટ કરો મજબૂત પાસવર્ડ્સ..
જો તમે પણ મજબૂત પાસવર્ડ્સ બનાવવા માટે કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેમ કે પાસવર્ડ્સ બનાવતી વખતે તેમાં ડેટ ઓફ બર્થ, ગાડીનો નંબર કે મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનું ટાળો. આ સિવાય મલ્ટિપલ એકાઉન્ટ્સ માટે એક જ પાસવર્ડ ના યુઝ કરો. પાસવર્ડ સિવાય ટુ ફેક્ટ્ર ઓથેન્ટિકેશનનો ઉપયોગ પણ કરો. મેન્યુઅલ પાસવર્ડ્સને બદલે ગૂગલ પાસ કીઝનો ઉપયોગ પણ કરી શકાય છે.