શું કોઈ ફોન પર તમારી વાતો કોઈ સાંભળી રહ્યું છે? આ રીતે જાણો…
સ્માર્ટ ફોનના આવ્યા બાદ આપણું જીવન સરળ બની ગયું છે પણ એની સાથે સાથે જ તેને કારણે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. વધતી જતી ટેક્નોલોજીને કારણે ફોન હેકિંગ્સ, ક્લોનિંગ જેવી સમસ્યાઓ પણ સતાવી રહી છે. આવી પરિસ્થિતિમાં આપણી પ્રાઈવસી સામે સૌથી મોટો સવાલ ઉપસ્થિત થાય છે. તમારો ફોન તમારી પાસે હોવા છતાં દૂર બેઠાં બેઠાં કોઈ તમારી વાતો અને મેસેજ સાંભળી શકે છે. જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ…
આજના ટેક્લોનોજીના જમાનામાં કેટલાય એવા રસ્તા છે કે જેની મદદથી હેકર્સ તમારો ફોન હેક કરીને તમારી પર્સનલ ઈન્ફોર્મેશ ચોરી શકે છે કે તમારા મેસેજ કે ફોન પર થતી વાત-ચીત સાંભળી શકે છે. આવી પરિસ્થિતિમાં તમારી વાતો પણ કોઈ સાંભળી તો નથી રહ્યું ને એ કઈ રીતે જાણી શકાય એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
જો કોઈ ત્રીજી વ્યક્તિ તમારી વાતો સાંભળી રહ્યું છે તો તમે કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને જ આ વાતની જાણકારી મેળવી શકો છો અને અમે આજે તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ-
જો તમે ફોન પર વાત કરો છો એ સમયે તમને પણ બીપ બીપનો અવાજ સંભળાય છે કે પછી કોઈ ઈલેક્ટ્રોનિક અવાજ સંભળાય છે તો તમારો ફોન હેક થઈ રહ્યો છે.
સ્માર્ટ ફોનના ડાયલ પેડ પર તમારે *#61# નંબર ડાયલ કરો. આ નંબર ડાયલ કરીને તમે જાણી શકો છો કે તમારા કોલ, મેસેજ અને વોઈસ મેસેજ કોણે અને કયા નંબર પર ફોર્વર્ડ કરાયા છે એ વિશેની માહિતી મેળવી શકો છો.
હવે એ વાત તો જાણી લીધી કે કોઈએ તમારા ફોન કોલ્સ અને મેસેજ ફોર્વર્ડ કર્યા છે કે નહીં તો તેને કઈ રીતે રોકી શકાય છે? એના વિશે પણ વાત કરી જ લઈએ.
આ માટે તમારે તમારા ડાયલપેડ પર ##61# નંબર ડાયલ કરીને આ ફોર્વર્ડિંગને રોકી શકો છો.